છેલ્લા છ મહિનાથી હતો વોન્ટેડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.27: તા.13-9-2023 ના રોજ ઓરવાડ પીપળ ફળિયા સારણ રોડ પર પોલીસે દારૂ ભરી જતી એક વેન્ટો કાર નં.જીજે-15-સીએચ-2102 ઝડપી કાર ચાલકની ધરપકડ કરી હતી જોકે આ દારૂ હેરાફેરી કરવા પોતાની કાર આપનાર કાર માલિક દિપકકુમાર ડાહ્યાભાઈ પટેલ ઉ.વ.35 રહે.સારણ ગામ પીપળ ફળિયા પોલીસથી નાસતો ફરતો હતો. પારડી પોલીસે દિવસ દરમ્યાન તેના ઘરે રેડ કરી હતી. પરંતુ તે મળી આવતો ન હોય છેલ્લા છ માસથી વોન્ટેડ એવા આ આરોપીને પારડી પોલીસે ગત મંગળવારના રાતે સાડા દશેક વાગ્યે ઝડપી પાડી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.