(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના ઉપરવાસ અને ખાનવેલ વિસ્તારમાં પડેલ ભારે વરસાદને કારણે સાકરતોડ નદીમાં આવેલ ભારે પૂરના કારણે ખાનવેલ,તલાવલી અને રૂદાના ગામોમાં આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળતા ભારે નુકસાન થયેલ છે.
અસરગ્રસ્ત વિસ્તારની ખાનવેલ ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી સોનજીભાઈ કુરકુટીયા, ભારતીબેન કુરકુટીયા, શ્રી લાડકભાઈ, શ્રી મીશાલભાઈ શ્રી રમેશભાઇ વાંગડ, શ્રી સીતારામભાઈ જાદવ અને શ્રી કિશનભાઈ ગોરાત સહિત અન્ય લોકોએ મુલાકાત લઈ લોકોને આશ્વાસન અને જરૂરી તાત્કાલિક સહાય કરી વધુ મદદની ખાત્રી આપી છે.