December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

ચીખલીની ક્‍વોરીઓમાંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં નહીં આવતા સ્‍થાનિક ટ્રકમાલિકોની રોજીરોટીને અસર થતાં હડતાલનું શસ્ત્ર ઉગામ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: ચીખલી વિસ્‍તારની કેટલીક ક્‍વોરીઓમાંથી કોલસા, સિમેન્‍ટની ખાલી ગાડીઓ (રિટર્ન)માં ખનીજ ભરી અપાતા સપ્‍ટેમ્‍બર 2021માં ભારે વિવાદ સર્જાયો હતો ત્‍યારે સ્‍થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા તાત્‍કાલીન પ્રાંત અધિકારી અને પી.આઈ સહિતની મધ્‍યસ્‍થીમાં રિટર્ન ટ્રકોમાં ખનીજ ન ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડયો હતો અને હડતાલનો અંત આવ્‍યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આ સમાધાનનો ભંગ થતાં ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ સ્‍થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆતને ધ્‍યાને ન લઈ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ દાખવવામાં ન આવતા સ્‍થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર સીધી અસર થતા આજે ચાર જાન્‍યુઆરી બુધવારના રોજથી ફરી હડતાલનું રણશિંગુ ફૂંકવામાં આવ્‍યું છે અને આ અંગેની જાણ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિતનાઓને કરી દેવામાં આવી છે. હડતાળના એલાનથી 500 થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે અને ખનીજના વહન પર અસર થતાવિકાસના કામોને પણ વિપરીત અસર થશે.
ટ્રક એસોસિએશનના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ પરમારના જણાવ્‍યા અનુસાર ક્‍વોરીઓમાંથી બહારની રિટર્ન ગાડીઓ બોલાવી ખનીજ ભરી આપવામાં આવતા સ્‍થાનિક ટ્રક માલિકોની રોજી છીનવાતા આ પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બુધવારની સવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનું નક્કી કરાયું છે જેને પગલે 500 થી વધુ ટ્રકોના પૈડા થંભી જશે.

Related posts

સી.એસ.આર. અંતર્ગત ટેકફેબ ઇન્‍ડિયા ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ. દ્વારા આર્થિક રૂપે નબળા અને દિવ્‍યાંગ સેલવાસના રામૈયા નાદરને આપવામાં આવી ઈ-રીક્ષાની ભેટ

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

vartmanpravah

Leave a Comment