April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના શિસ્‍ત સમિતિના ચેરમેન બનેલા એડવોકેટ પી.ડી.પટેલના વલસાડ ખાતે યોજાયેલા સન્‍માન સમારંભ કાર્યક્રમમાં સુરતમાં હાઈકોર્ટની બેંચ લાવવા માટેની માંગ ઉદભવી હતી. જે સંદર્ભે ચેરમેને ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે હાઈકોર્ટની બેંચ આવે તે માટેના બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતે પ્રયત્‍નો શરૂ કર્યા હોવાનું મંચ પરથી જણાવ્‍યું હતું.
તાજેતરમાં વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી.ડી.પટેલની બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં શિસ્‍ત સમિતિના ચેરમેન પદે વરણી થઈ છે. આ ઉપરાંત એડવોકેટ મનીષ રાણાની કો-ઓપ્‍ટ મેમ્‍બર તરીકે વરણી થતા વલસાડ જિલ્લાના વકીલોએ તેમનો અભિવાદન કરવાનો સમારોહ વલસાડ કોર્ટ કેમ્‍પસમાં રાખ્‍યો હતો. જેમાં વકીલોએ પી.ડી.પટેલને અભિનંદન આપવા સાથે તેમના વ્‍યક્‍તિત્‍વ અંગે પ્રતિભાવો વ્‍યક્‍ત કર્યા હતા.
વલસાડના સિનિયર ધારાશાષાી ઐયાઝ શેખે કહ્યું કે, પી.ડી.પટેલે પોતાનું એવું હકારાત્‍મક વ્‍યક્‍તિત્‍વ ઊભું કર્યું છે કે કોઈ પણનવા વકીલો કોર્ટ કેમ્‍પસમાં આવે એટલે સૌથી પહેલા એમનો જ સંપર્ક કરે, કયા સિનિયર સાથે કામ કરવું તેનો અર્લોર્ટમેન્‍ટ પણ પી.ડી. કરે. સનદ માટેની કાર્યવાહી હોય કે અન્‍ય કોઈપણ પ્રક્રિયા હોય દરેક ભાવિ લોયરને હકારાત્‍મક રીતે સલાહ આપે. તેમણે ચેરમેન બનવા બદલ પટેલને અભિનંદન આપવા સાથે હવે ન્‍યાયિક પ્રક્રિયામાં બધુ સાયન્‍ટિફિક થવા લાગ્‍યું છે, સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓ વધી રહી છે ત્‍યારે તમામ વકીલોને જાણકારી મળે તે માટે સેમિનાર કરવાનું સૂચન કર્યું હતું.
નામી એડવોકેટ પ્રવીણભાઈ દેસાઈએ પી.ડી.પટેલ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન બને તેવી આશા રાખી શુભેચ્‍છા પાઠવી હતી. તેમણે વલસાડના જજીસ અને વકીલો વચ્‍ચે યોગ્‍ય સંકલન કરી હકારાત્‍મક વાતાવરણ ઊભું થાય તેવા પ્રયત્‍નો કરવા કહ્યું હતું. ઉપરાંત જ્‍યારે દેશમાં હાઈકોર્ટની નવી બેન્‍ચો ઊભી કરાઈ રહી છે ત્‍યારે સુરતમાં હાઈકોર્ટની બેંચ આવે અને એનું તમે નિમિત બનો એવી શુભકામનાઓ વ્‍યક્‍ત કરી બેન્‍ચની માંગણી કરી હતી. જે અનુસંધાને પી.ડી.પટેલે ગુજરાતમાં સુરત ઉપરાંત રાજકોટમાં હાઈકોર્ટની બેંચના પ્રયત્‍નો બાર કાઉન્‍સિલ દ્વારા કરાઈ રહ્યા હોવાનું જણાવ્‍યં હતું.
વલસાડ વકીલ મંડળના પ્રમુખ અમિત ગુપ્તાએ પી.ડી.પટેલે વલસાડના ત્રણ વકીલમંડળોને એક રાખવા માટે ખૂબ મોટું યોગદાન આપ્‍યું હોવાનું અને તેઓ મુશ્‍કેલ સમયમાં દરેક વકીલ સાથે ઉભા રહ્યા હોવાનું જણાવી અભિનંદન આપ્‍યા હતા. જ્‍યારે રાજુ (વકીલ) દેસાઈએ કહ્યું કે, પી.ડી. વકીલાત કરતા સેવાનો કામ વધારે કરે છે એટલે જ્‍યારે જ્‍યારે એમને જરૂર પડે ત્‍યારે આપણે સહકાર આપશું તો જ તે આપણી પણ સેવા કરી શકશે. ધરમપુર બાર એસોસિએશનના પ્રમુખ જયદીપ સોલંકીએ અમને જ્‍યારે પણ જરૂર પડી છે ત્‍યારે તેઓ મધરાતે પણ અમારા માટે ધરમપુર આવ્‍યા છે એમ કહી તેમનો આભાર વ્‍યક્‍ત કરી અભિનંદન પાઠવ્‍યા હતા. કાર્યક્રમના અંતે પી.ડી.પટેલે કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકોનો આભાર માન્‍યો હતો. તેમજ ઐયાઝભાઈના સૂચન મુજબ ત્રણ મહિને એક વખત સેમિનાર કરવાની ખાતરી આપી હતી. જ્‍યારે મનીષ રાણાએ પોતાની નિમણૂક યથાર્થ નિવડે તે મુજબની કામગીરી કરવાની સૌને ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં વલસાડ ઉપરાંત ધરમપુર, પારડી, વાપીના બાર એસોસિયેશનના પ્રમુખ તથા વકીલમિત્રો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

Related posts

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

vartmanpravah

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

vartmanpravah

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

vartmanpravah

Leave a Comment