January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

દક્ષિણ ગુજરાતની પૂર્વ પટ્ટી આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ છતાં કેમ શિક્ષણ નબળું?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: કપરાડામાં સરકારી વહીવટી તંત્ર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મિલીભગતથી શિક્ષકો કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દુર દુર થી અપડાઉન કરતા શિક્ષકો વહીવટી તંત્રની રહેમ નજર અને પ્રાથમિક શિક્ષક સંઘની મહેરબાની નીતિઓના કારણે કપરાડા તાલુકાના848 નંબરના નેશનલ હાઈવે પર આવેલ એક કેન્‍દ્ર શાળાની બહાર, શાળા છૂટવાના સમય પહેલા સમય 03.00 કલાકે રોડ પર આવતા જતા વાહનો પાસે લીફટ માંગી ઘરે પહોંચવાની કોશિશ કરતો એક શિક્ષક નજરે જોઈ શકાય છે. જ્‍યારે પાંચ વાગ્‍યા પહેલા અનેક ઈક્કો અને મારુતિ વેનમાં જોવા મળે છે.
કપરાડા તાલુકામાં ગ્રામિણ વિસ્‍તારોમાં શિક્ષણનું સ્‍તર નબળું હોવાની વારંવાર ફરિયાદો ઊઠી રહી છે. અંતરિયાળ ગામડાઓમાં શિક્ષકો સ્‍કૂલે ન આવતા હોવાની પણ ફરિયાદો થાય છે. જ્‍યારે ગ્રામ્‍ય કક્ષાએ મોટા ભાગની શાળાઓમાં બાળકોની સંખ્‍યા સામે પુરતા શિક્ષકો નથી. સરકારે ગ્રામીણ સ્‍તરે અનેક શાળાઓને મર્જ કરવાનું પણ નક્કી કર્યું છે. તો છેલ્લા 3 વર્ષમાં અનેક શાળાઓ ખંડેર હાલતમાં હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. આવા અનેક મુદ્દાઓ છે જે કયાંક શિક્ષણની ગુણવત્તા નબળી હોવાની ચાડી ખાય છે.
22 ઓક્‍ટોબર 2021 માં ભાજપના સાંસદે શિક્ષણ મુદ્દે ઊઠાવ્‍યા હતા સવાલ, ‘‘ગુજરાતનું શિક્ષણ નબળું છે” ગુજરાતની શાળાઓમાં કથળિ રહ્યું છે. અનેક પરિક્ષાઓ લેવાય છે. પરંતુ હંમેશા ગુજરાતના યુવાનો તેમાં પાછળ રહે છે. કારણ કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે. પરંતુ ખુદ સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા બોલવામાં આવ્‍યુ હતુ. કરજણ ખાતે એકકાર્યક્રમમાં હાજરી આપતા ગુજરાતમાં શિક્ષણના કથળતા સ્‍તરને લઈને તેમણે સવાલો ઉઠાવ્‍યા હતા.
જોકે તેમના સવાલો પણ યોગ્‍ય છે. કારણ કે, પાયાથી જ ગુજરાતનું ગ્રામ્‍ય શિક્ષણ નબળું છે. સ્‍થિતિ એવી છે કે, શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે તાલીમબધ્‍ધ શિક્ષકોની જરૂર હોય છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે, ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્‍યામાં શિક્ષકો જ નથી. ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં ગુજરાતી ભાષાનું પરિણામ પણ સતત કથળતું જઈ રહ્યું છે. ભાષાની સમજના અભાવે વિદ્યાર્થીઓને અન્‍ય વિષય સમજવામાં મુશ્‍કેલી પડી રહી છે. આવા અનેક પડકારો વચ્‍ચે ગુજરાતમાં પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ ચાલી રહ્યું છે. તેવામાં પાયાથીજ જે વિદ્યાર્થીઓ નબળા છે તેઓ આગળ જતા કેવી રીતે રાષ્‍ટ્રીય લેવલે આઈએએસ અને આઈપીએસ બનશે તે મોટો સવાલ છે.
ગુજરાતમાં શિક્ષણની સ્‍થિતિ પર નજર કરવામાં આવે તો. ગુજરાતના 33 માંથી 20 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે ? જેમાં સૌરાષ્‍ટ્ર ઝોનના 7, મધ્‍ય ગુજરાતના 3, દક્ષિણ ગુજરાતના 5 અને ઉત્તર ગુજરાતના 5 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે.
ગુજરાત શૈક્ષણિક સ્‍થિતિ અનુસાર દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે. ગુજરાતમાં શિક્ષણનું સ્‍થળ કેટલું નબળું છે. ત્‍યારે સવાલ એ થાય છે કે,શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ છતાં કેમ શિક્ષણ નબળું? સરકાર વાતો તો ખુબ મોટી-મોટી કરે છે. પરંતુ આ વર્ષમાં 12 સાયન્‍સનું પરિણામ અન્‍ય જિલ્લાના લેવલમાં સ્‍પર્ધાઓમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ પ્રદર્શન ખૂબજ નબળું છે.
કપરાડામાં જે પણ શિક્ષકો આવે છે, અપડાઉન કરે છે એનો સમય વેડફાઈ જતો હોય છે. પૂરતો સમય બાળકોના શિક્ષણ માટે આપી શકતા નથી. જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ અને તાલુકા શિક્ષણ અધિકારી યોગ્‍ય પગલાં કેમ લેતા નથી?

Related posts

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment