January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: નાની દમણના ભીમપોર પંચાયત ઘરમાં ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને લઈ આજે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પુરા થવા ઉપર ખુશી ઉત્‍સવ અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ મનાવી રહ્યું છે, જે અંતર્ગત ભીમપોરપંચાયત દ્વારા દરેક ગામવાસીઓને રાત્રી ચૌપાલ કરીને તારીખ 13 થી 15મી ઓગસ્‍ટ દરમ્‍યાન યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પોતાના ઘર, દુકાનો તેમજ આદ્યોગિક એકમોમાં તિરંગો ઝંડો લહેરાવી આઝાદીના અમૃત મહોત્‍સવ ધૂમધામથી મનાવે. આ પાવન પર્વે રાષ્‍ટ્રપે્રમ અને રાષ્‍ટ્ર અભિમાનની ભાવનાને જાગૃત કરી પોતાના ઘર પાસે, દુકાન પાસે, શેરીમાં, ગલી મહોલ્લામાં દેશ ભક્‍તિ ગીત વગાડી શકે છે. કેસરિયા, સફેદ અને લીલા રાગના ફુગ્‍ગાઓ ફુલાવી કે રંગોળી કરી દેશભક્‍તિ સાથે જોડાય જેના માટે ભીમપોર પંચાયત પર ગ્રામસભાનું આયોજન કરવામાં આવી.
આ ગ્રામ સભામાં સરપંચશ્રી શાંતિલાલ પટેલ, જિલ્લા પંચાત સભ્‍યશ્રી યોગેશભાઈ પટેલ, ઉપ સરપંચ રંજીતા પટેલ, પંચાયત મંત્રી અંકિતા પટેલ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો, દુકાનદારો અને ઓદ્યોગિક એકમોમાં પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

Leave a Comment