April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ખુબ જ મધ્‍યમવર્ગિય બાળકોને ભારતિય સંસ્‍કૃતિ ધર્મનું વેલ્‍યુબેઝ્‍ડ એજ્‍યુકેશન આપી બાળકોને ગ્‍લોબલલેવલે તૈયાર કરતી અથર્વ પબ્‍લિક સ્‍કૂલમાં એન્‍યુઅલ ડે ઉજવાઈ ગયો. આ પ્રસંગે ચીફગેસ્‍ટ તરીકે નાડકર્ણી ગૃપ ઓફ હોસ્‍પિટલના સર્વેસર્વા ઈન્‍ફર્ટિલિટિ ક્ષેત્રે વૈશ્વિક નામના મેળવનાર ખુબ જ પ્રખ્‍યાત ડો.કિશોર નાડકર્ણી પધાર્યા હતા. કમલેશભાઈ પટેલ, ડો.પ્રિન્‍સિપાલ અશોક દેસાઈ, અશોક જૈન, પ્રિતિ ખીમાણી, સીમાગાલા અને આયુર્વેદિક ડોક્‍ટર મીનાક્ષી શેઠ, ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે પધાર્યા હતા.
ફાઉન્‍ડર ટ્રસ્‍ટી, વિઝનરી શ્રી સંજય બોરસેએ એન્‍યુઅલ ડેનું ઉદ્દઘાટન કર્યું હતું. દિપ પ્રાગટય શાંતિના સંદેશા સાથે બલુન ઉડાડી પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો. સ્‍કૂલના ચેરપર્સન, જન્‍મજાત એજ્‍યુકેશનિષ્‍ઠ, હાઈલી એજ્‍યુકેસન ઈમ્‍પેક્‍ટ એવોર્ડ મેળવનાર, મહારાષ્‍ટ્ર રત્‍ન એવોર્ડ મેળવનાર શાળાના ચેરપર્સન લીનાબેન બોરસેએ સોશિયલ લર્નિંગ સાથેના મેસેજ સાથે પધારેલા મહેમાનોનું ભાવવાહિ સ્‍વાગત કર્યું. પેરન્‍ટ્‍સને સોશિયલ મેસેજનું દ્રષ્‍ટાંત આપ્‍યું હતું.
એન્‍યુઅલ ડેના સાંસ્‍કૃતિક પ્રોગ્રામ… ધરોહર ભારત કી થીમ ઉપર ટોટલ 200 સ્‍ટુડન્‍ટ્‍સે પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.
આઝાદિ કા અમૃત મહોત્‍સવ, કિસાન ફાર્મર સોંગ, એનિમલ ડાન્‍સ ગંગા અવતરણ, હિમાલય, સેવ અર્થ, સેવ વોટર, જ્ઞાન કી રોશની, દેશભક્‍તિ, સ્‍વચ્‍છતા વિ. થીમ ઉપર વિવિધ સાંસ્‍કૃતિક પ્રોગ્રામ રજુ કર્યો હતો. અથર્વ પબ્‍લિક સ્‍કુલનાસમગ્ર ટીચર્સ ટીમના અથાગ પરિશ્રમથી બાળકોએ ખુબ સુંદર કૃતિઓ રજૂ કરી હતી.
અથર્વ પબ્‍લિક સ્‍કુલના યંગ ક્રિએટિવ, હાઈલી એજ્‍યુકેટેડ ક્રિએટિવ, ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનો કોર્સ કરી સ્‍કુલમાં અપનાવનાર શાળાના ડાયરેક્‍ટર પિયુષ પોરસેએ સ્‍કુલ અંગે જણાવ્‍યું કે, અમારી સ્‍કુલમાં પ્રેક્‍ટિસલ લર્નિંગ, બાળકોને ડિઝિટલ પ્‍લેટફોર્મ માટે તૈયાર કરવા, કોડિંગ શીખવવું, બાળકોનું ઓલરાઉન્‍ડ ડેવલપમેન્‍ટ, સોશ્‍યલ ઈમોશનલ લર્નિંગ શીખવવામાં આવે છે. કરાટે, યોગા, રોબોટિક વર્કશોપ પર ચેલેન્‍જ હોસ્‍પિટલ વિઝિટ દ્વારા મેનેજમેન્‍ટ પ્રોગ્રામ દ્વારા સ્‍કુલમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.
એન્‍યુઅલ ડેમાં પધારેલા ડો.કિશોર નાડકર્ણીએ કોમ્‍પ્‍યુટર લર્નિંગ, ડિઝિટલ પ્‍લેટફોર્મ, ટેકનોલોજી લર્નિંગ અને કમ્‍યુનિકેશન સ્‍કીલ ડેવલપ કરવા સ્‍ટુડન્‍ટસને સંદેશો આપ્‍યો.
ડો.અશોકભાઈ દેસાઈએ સમગ્ર પ્રોગ્રામ ટીચર્સ-બહેનો દ્વારા અને એક્‍ટિંગ પણ બહેનો દ્વારા કરવામાં આવ્‍યા. આ વાતની ખુબ પ્રશંસા કરી અને સ્‍કુલના ફાઉન્‍ડર સંચાલક, ડાયરેક્‍ટર લીનાબેન બોરસે, સંજીવ બોરસે, પિયુષ બોરસેના સંઘર્ષ અને અચીવમેન્‍ટની ખુબ સરાહના કરી હતી.
આયુર્વેદિક ડોક્‍ટર મીનાક્ષી શેઠે સ્‍કુલનું ભવિષ્‍ય અને વિઝન પિયુષના હાથમાં ખુબ ઉજવળ છે તેમ કહ્યું અને જન્‍મજાત શિક્ષણ, ક્રિએટિવ, સમાજસેવક લીનાબેનઅને ફાઉન્‍ડર ટ્રસ્‍ટી સંજીવભાઈ અને ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કરનાર વિઝનરી પિયુષ બોરસેના સંઘર્ષની ખુબ સરાહના કરી હતી. પિયુષે બારસો ગવર્મેન્‍ટ ટીચર્સને તૈયાર કર્યા છે તેની સરાહના કરી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુબ જ સુંદર રીતે પ્રિતિ સિંહે કર્યું અને શાળાના સમર્પિત ક્રિએટિવ ખુબ જ મહેનતુ સમગ્ર ટીચર્સ ટીમની સ્‍કુલના સંચાલકો, પધારેલા મહેમાનોએ ખુબ જ સરાહના કરી હતી.

Related posts

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

ઘુવડની તસ્‍કરીનો પર્દાફાશ કરતી પારડી રેન્‍જ ફોરેસ્‍ટ કચેરી: પારડી ચાર રસ્‍તાથી ઘુવડ વેચવા આવેલ ચાર પૈકી ત્રણ ઝડપાયા એક ફરાર

vartmanpravah

Leave a Comment