Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

અથોલા ખાતેના ભંગારના વેપારીએ જમીન માલિકને ભાડું નહીં ચુકવતાં ચાંપેલી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના જુદા જુદા બે વિસ્‍તારમાં ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સેલવાસ રીંગરોડ નજીક આવેલ એકદંત સોસાયટીની ઓ.આર.એમ.વન રૂટ માર્ટ દુકાનમાં 14 જાન્‍યુઆરીના રોજ વહેલી સવારે કોઈક કારણસોર આગ ફાટી નીકળી હતી. જ્‍યારે અથોલા ગામ ખાતે એક ભંગારના ગોડાઉનમાં ગોડાઉન જમીનનું વેપારીએ ભાડું નહીં ચુકવતાં જમીન માલિકને ભંગારના ગોડાઉનને આગ ચાંપી દીધી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના પર્વ દરમિયાન વિવિધ વિસ્‍તારમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં સેલવાસના રીંગરોડ નજીક આવેલ એકદંત સોસાયટીમાંની ઓ.આર.એમ.વન રૂટ માર્ટ દુકાનમાં 14 જાન્‍યુઆરીના રવિવારે વહેલી સવારે કોઈક કારણસોર આગ ફાટી નીકળીહતી જેના કારણે વિસ્‍તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. સોસાયટીના રહેવાસીઓ તથા અન્‍ય સ્‍થાનિક લોકોએ દુકાનમાંથી ધુમાડો નીકળતો જોતા તાત્‍કાલિક ફાયરબ્રિગેડને ફોન દ્વારા જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોની ટીમ તાત્‍કાલિ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને મોરચો સંભાળ્‍યો હતો. દુકાનમાં ધુમાડાનું પ્રમાણ વધુ હોવાને કારણે દુકાનના આગળના ભાગના કાચ તોડ્‍યા બાદ ફાયર વિભાગના જવાનો અંદર જઈ અડધા કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળ થયા હતા. દરમિયાન ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીએ પ્રાથમિક તપાસ બાદ તારણ આપતા દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ્‍યું હતું.
જ્‍યારે અન્‍ય બીજી ઘટનામાં અથોલા ગામ ખાતે એક ભંગારના ગોડાઉનમાં સાંજના સમયે ભંગારના ગોડાઉન માટે જમીન ભાડે આપનાર જમીન માલિકે જ ભંગારના વેપારી ઘણાં સમયથી ભાડું ચુકવતો નહીં હોવાનું જણાવી આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી અને બે કલાકની ભારે જહેમત ઉઠાવ્‍યા બાદ વિકરાળ આગ ઉપર કાબુ મેળવ્‍યો હતો. દરમિયાન જમીનના માલિક અને ગોડાઉન સંચાલક વચ્‍ચે મારામારી પણ થવા પામી હતી. પોલીસે બન્નેની અટક કરી સાયલી પોલીસ મથકે લઈ જવાયા હતા.આ ઘટનામાં ભંગારનું ગોડાઉન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. સાથે બાજુમાં આવેલ એક ઝુંપડામાં પણ આગ લાગી હતી જેના કારણે ભારે નુકસાન થયું હતું. ઘટનાની વધુ તપાસ દાનહ પોલીસ કરી રહી છે.

Related posts

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment