(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
સેલવાસ ખાતે શ્રી ભાગવત કથાનું આયોજન થયું હતું. મનોરથી યજમાન શ્રી મહેશભાઈ ગજુભાઈ પટેલ અને તેમના પરિવાર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોથીને શ્રી રામ મંદિર સુધી ફેરી કરી લોકોનો અનેરો ઉત્સાહ સાથે કથા મંડપ સ્થળ પર આવી હતી. કથાનો પ્રારંભ કરવા દીપ પ્રાગટયમાં કમલેશ પટેલ (માજી નગરપાલિકા પ્રમુખ), અશ્વિન પટેલ, રણજીત પટેલ, લા.પીનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વ્યાસ પીઠ પર શ્રી ગીરીશભાઈ શાષાી બિરાજમાન થઈ તેમને મહેમાનોને આશીર્વાદ આપી પ્રસાદીમાં સાલ આપી હતી. ત્યાર બાદ તેમણે કથાની અમૃતવાણી સાથે સંગીતમય વાતાવરણમાં રસપાન કરાવ્યું હતું. આ કથા તા.4.8.22 સુધી રહેશે.