રાજસ્થાન ભવન સેલવાસ રોડ ખાતેયોજાનાર રક્તદાન શિબિરમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
વાપીના પૂર્વ નગરસેવિકા અને સમાજ સેવિકા સ્વ.મંજુબેન દાયમાની 15મી પુણ્યતિથિએ આવતીકાલ તા.30ને શનિવારના રોજ રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા સેલવાસ રોડ રાજસ્થાન ભવન ખાતે રક્તદાન શિબિર યોજાનાર છે.
રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા શનિવારે યોજાનાર રક્તદાન શિબિર સવારે 9:30 થી સાંજના 5:00 કલાક સુધી કાર્યરત રહેશે. ન્યુકેમ રોટરી બ્લડ બેંક અને પુરીબેન પોપટલાખા લાયન્સ બ્લડ બેંક, રેડક્રોસ સોસાયટી સેલવાસ, માનવ આરોગ્ય કેન્દ્ર પારડી, ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ પ્રસંગે સહયોગી રક્તદાતા અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવનાર છે. રક્તદાન કાર્યક્રમમાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મુકેશ દધિચ, દમણ જિ.પં. પ્રમુખ નવિન પટેલ, રાજસમંદ જિલ્લા પંચાયત પ્રમુખ રતન માધવ ચૌધરી, વાપી ન.પા. પ્રમુખ કાશ્મિરાબેન શાહ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને રક્તદાન શિબિરને સફળ બનાવશે.