Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.15: દાદરા નગર હવેલીમાં  છેલ્લા 24 કલાક દરમિયાન એક નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. જિલ્લામાં હાલમાં કુલ 05 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6314 કોરોના દર્દીઓ રિક્‍વર થઈ ચુકયા છે, જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 165 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એક  વ્‍યક્‍તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો અને રેપિડ એન્‍ટિજનના 28 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી એકપણ વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યો ન હતો.

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટરો પર અને સબ સેન્‍ટરમાં વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 178 લોકોને કોરોના વિરોધી વેક્‍સિન આપવામાં આવી હતી. અત્‍યાર સુધી પ્રદેશમાં પ્રથમ ડોઝ 458778 અને બીજો ડોઝ 347992 વ્‍યક્‍તિઓને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ  24402 જેટલા વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. જિલ્લામાં કુલ 831172 વ્‍યક્‍તિઓને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

Related posts

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ રમતમાં ઝળકયા

vartmanpravah

Leave a Comment