September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા ભારતના નવા નિમાયેલા પ્રથમ આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની કરેલા સંબોધનને લઈ સમગ્ર દેશમાં આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી હોય કોંગ્રેસ વિરુદ્ધ સમગ્ર દેશમાં આદિવાસી અને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો આપી વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલે કોંગ્રેસ નેતા અધીર રંજનના પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્‍યા બાદ ફરી એકવાર આજરોજ તેઓએ રાષ્‍ટ્રપતિનું નહિ પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું હોવાનું જણાવી તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે અને કોંગ્રેસ પાર્ટીના અધ્‍યક્ષ સોનિયા ગાંધી જાહેરમાં માફી માગવાની માંગણી સાથે રાજ્‍યપાલશ્રીને સંબોધીને એક આવેદન લખી પારડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાંપારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિતલબેન પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ – ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, શાસક પક્ષના નેતા દેવેનભાઈ શાહ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં 08 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં પોષણ અભિયાનની ઉજવણીઃ ગણેશ મંડળોમાં મહિલા લાભાર્થીઓને કરાઈ રહ્યા છે જાગૃત

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, માધ્‍યમિક અને ઉચ્‍ચતરમાધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રંગે ચંગે ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરાઈ

vartmanpravah

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment