March 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

  • રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે શ્રેષ્‍ઠ સખીમંડળો અને બેન્‍કર્સોનું સન્‍માન તેમજ સ્‍વસહાયજૂથોને લોન સહાયના ચેકનું વિતરણ કરાયું

  • વલસાડ જિલ્લાના 1359 સ્‍વસહાય જૂથોને રૂા. 13.59 કરોડનું કેશક્રેડિટ ધિરાણ અને 23 ગ્રામ સખીસંઘને રૂા. 1.61 કરોડનું કોમ્‍યુનિટી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડની ફાળવણી કરાઈ

  • વલસાડ જિલ્લો 856 કેશ-ક્રેડિટ લોન ડિસ્‍બર્સ કરાવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાને

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.19
રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોરારજી દેસાઇ ઓડિટોરીયમ હોલ, વલસાડ ખાતે કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠો વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીની અધ્‍યક્ષતામાં ક્રેડિટ કેમ્‍પ યોજાયો હતો. આજના આ કેમ્‍પ દરમિયાન વલસાડ જિલ્લાના કુલ 1359 સ્‍વસહાય જૂથોને રૂા. 13.59 કરોડનું કેશક્રેડિટ ધિરાણ અને 23 ગ્રામ સખીસંઘને રૂા.1.61 કરોડનું કોમ્‍યુનિટી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડની ફાળવણી કરાતાં કુલ રૂા. 15.20 કરોડની રકમ સ્‍વસહાય જૂથ અને ગ્રામ સખીસંઘોને ફાળવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં 2022-23ના વર્ષમાં 856 કેશ-ક્રેડિટ લોનડિસ્‍બર્સ કરાવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે.
આ અવસરે પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીએ કેશ ક્રેડિટની લોન ડીસ્‍બર્સમાં સમગ્ર રાજ્‍યમાં વલસાડ જિલ્લાને પ્રથમ સ્‍થાન મેળવવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્‍યમંત્રી કાર્યકાળ દરમિયાન સખીમંડળોની સ્‍થાપના કરી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સખીમંડળોને ફાળવવામાં આવેલી સસ્‍તા અનાજની દુકાનોનું મેનેજમેન્‍ટ સુવ્‍યવસ્‍થિત રીતે કરી રહી છે. સખીમંડળોમાં કામ કરતી મહિલાઓ તેમના પરિવારની જવાબદારીમાંથી સમય કાઢી દેશના વિકાસમાં સહભાગી બની રહી છે, જે ખરેખર અભિનંદનીય છે. સખીમંડળોને લોન આપવા માટે જિલ્લાની બેંકોએ આપેલા સહકાર થકી સફળતા મળી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.
સંસદ ડો.કે.સી.પટેલે સખી મંડળોને અભિનંદન પાઠવી કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.
ધારાસભ્‍ય રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, સખીમંડળો દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવી રાષ્‍ટ્રને મજબૂત કરવાનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. રાજ્‍ય સરકારની યોજનાકીય જાણકારી આપી તેનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓને મળે તે માટે સખીમંડળોને મદદરૂપ બનવા તેમણે અનુરોધ કર્યોહતો.
બેન્‍ક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર સત્‍યનારાયણ સીંગે બેંક દ્વારા અપાતી ધિરાણ યોજનાઓ અંગે સવિસ્‍તર જાણકારી આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જયેશ મયાત્રાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ અવસરે ઉત્‍કળષ્ઠ કામગીરી કરનારી સખીઓ અંબાબેન પટેલ અને અરૂણાબેન દેશમુખે પોતાના અનુભવોનું વર્ણન કરી અન્‍યને પ્રેરણા પુરી પાડી હતી. વલસાડ જિલ્લામાં ઉત્‍કષ્‍ટ કામગીરી કરનારી બેન્‍ક સખીઓ, બેંકોના મેનેજર, લાઇવલીહુડ મેનેજર તેમજ કલસ્‍ટર કો-ઓર્ડિનેટરને પ્રમાણપત્ર અને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે સખીમંડળના લાભાર્થી મહિલાઓને લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
સખીમંડળો દ્વારા કાર્યક્રમ સ્‍થળે લગાવાયેલા સ્‍ટોલ્‍સનું મંત્રીશ્રી અને મહાનુભાવોએ મુલાકાત લઈ તેમની કામગીરીને બિરદાવી હતી.
આભારવિધિ વલસાડ તાલુકા વિકાસ અધિકારીએ આટોપી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુશાલી ભંડારીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ ડો.કે.સી.પટેલ, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જયેશ મયાત્રા, લીડ ડિસ્‍ટ્રિકટ મેનેજર દેવાંગઅરોરા, વિવિધ બેંકના મેનેજર સહિત સખીમંડળની મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

સમસ્‍ત ઉતર ભારતીય સેવા સમિતિ દ્વારા પારડી રોકડિયા હનુમાન મંદિરે ખાતે સતત 17માં વરસે અખંડ રામાયણ પાઠનું થયું આયોજન

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

Leave a Comment