October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

દાદરા ચેક પોસ્‍ટ નજીકથી રૂા.4.17 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટાટા ટેમ્‍પો ઝડપાયો : ચાલકની અટક

ચાલક આકાશ રહે.લવાછા સેલવાસથી ટેમ્‍પામાં પ્‍લા. દાણાની આડમાં દારૂ ભરી નવસારી લઈ જઈ રહ્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04
વાપી નજીક દાદરા ચેકપોસ્‍ટ પાસે ડુંગરા પોલીસે બુધવારે સાંજે સેલવાસથી નવસારી લઈ જવાતો દારૂનો જથ્‍થો ભરેલ ટાટા ટેમ્‍પોને ઝડપી પાડી ચાલકની અટક કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ડુંગરા પોલીસને મળેલી બાતમી આધારે દાદરા ચેકપોસ્‍ટ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન સેલવાસથી આવી રહેલ ટેમ્‍પોનં.ડીએન 09 આર 9713 ને અટકાવી ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ટેમ્‍પોમાં પ્‍લાસ્‍ટીક દાણાની આડમાં દારૂનો જથ્‍થો બોટલ નંગ 2628 મળી આવ્‍યો હતો. પોલીસે ચાલક આકાશની અટક કરી પૂછતાછ કરતા તેણે જણાવ્‍યું હતું કે, પીપરીયાથી હર્ષ અજીત મિશ્રાએ દારૂ ભરાવ્‍યો હતો જે નવસારી પહોંચાડવાનો હતો. પોલીસે રૂા.4.17 લાખનો દારૂનો જથ્‍થો મુદ્દામાલ તરીકે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
—–

Related posts

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

vartmanpravah

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીના વિજયશિલ્‍પી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ અને દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલનું ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં.ની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન પટેલે કરેલું ભવ્‍ય અભિવાદન

vartmanpravah

Leave a Comment