July 18, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

થોડા સમય પહેલા તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલને સસ્‍પેન્‍ડ કરવા ભાજપ દ્વારા આવેદન આપી કરેલી માંગણીને જાકારો આપ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વિધાનસભાની ચૂંટણી આગમન પહેલાં વલસાડ જિલ્લામાં જુદા જુદા રાજકીય રંગ દેખાઈ રહ્યા છે. આજે ગુરૂવારે ધરમપુરમાં તા.પં. સભ્‍ય કલ્‍પેશ પટેલના સમર્થનમાં અને જિ.પં. તથા તા.પં.ના ભાજપના સભ્‍યો માટે વિરોધની લાગણી પ્રગટ કરવા હજારો આદિવાસીઓએ સભ્‍યનો પ્રતિક મૈયત અનેઠાઠડી કાઢી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
ગુજરાત અને વલસાડ જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાઓ નિકળી રહી છે તો બીજી તરફ ધરમપુરના તાલુકા, જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની પ્રતિક ઠાઠડી અને મૈયત હજારો આદિવાસીઓએ કાઢી હતી. ઘટનાના મૂળમાં એવી બાબત રહી છે કે થોડા દિવસ પહેલાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ભાજપ નેતાઓ, સભ્‍યો, સરપંચો દ્વારા ધરમપુર મામલતદારને આવેદન પાઠવ્‍યું હતું તેથી આજે કલ્‍પેશ પટેલના સમર્થનમાં હજારો આદિવાસીઓ બિરસા મુંડા સર્કલ ઉપર એકઠા થઈને રેલી કાઢી મામલતદાર કચેરી પહોંચ્‍યા હતા. આવેદન પાઠવી કલ્‍પેશ પટેલને જાહેરમાં સમર્થન આપ્‍યું હતું તેમજ જણાવ્‍યું હતું કે, ભાજપના તા.પં., જિલ્લા પંચાયતના 18 સભ્‍યો અમારા માટે મરી ગયા છે. આદિવાસી સમાજના હિતમાં કામગીરી નથી કરી રહેલા, જેથી અમોએ આજે તેમની ઠાઠડી યાત્રા કાઢી છે. ધરમપુર, વાંસદા વિસ્‍તારમાં ચૂંટણી લક્ષી અનેક રોજેરોજ કાર્યક્રમોમાં વાસ્‍તવિકતા માત્ર રાજકારણ જ છે.

Related posts

વાપી છરવાડામાં ગટરની ચેમ્‍બરમાં પડી ગયેલ વાછરડાનું ભારે જહેમત બાદ રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી એ વલસાડ નેશનલ એસો. ફોર બ્‍લાઈન્‍ડ સંસ્‍થાને વિવિધ વસ્‍તુની કીટ આપી

vartmanpravah

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

vartmanpravah

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

Leave a Comment