October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

દેશપ્રેમ અને વિશ્વ રેકર્ડ સ્‍થાપવા તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન ઠેર ઠેર તિરંગો લહેરાવાની ચર્ચા હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04
અત્‍યારે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા હર ઘર તિરંગાનું આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જેને તમામ સ્‍તરે સફળ બનાવવા માટે ઠેર ઠેર ભગીરથ પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે ગુરૂવારે વાપી નગરપાલિકા હોલમાં હર ઘર તિરંગાની સભા યોજાઈ હતી. વાપીની સામાજીક સંસ્‍થાઓ, વેપારીએસોસિએશન અને અગ્રણી નાગરિકોએ બેઠકમાં ભાગ લીધો હતો.
વાપી નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન શિલ્‍પેનભાઈ દેસાઈ અને નગર સેવકોની ઉપસ્‍થિતિમાં હર ઘર તિરંગા બેઠક યોજાઈ હતી. આગામી તા.13 થી 15 ઓગસ્‍ટ ત્રણ દિવસ વાપીના દરેક ઘરે, દુકાને, ઓફીસ, કંપની-ફેક્‍ટરીઓમાં તિરંગો લહેરાય તેવી ચર્ચા હાથ ધરાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્‍સવના 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષમાં દેશ પ્રવેશી રહ્યો છે ત્‍યારે દેશપ્રેમ અને વર્લ્‍ડ રેકર્ડ સ્‍થાપવાના સર્વોચ્‍ચ હેતુ સાથે હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવવાની જાહેર અપીલ સભામાં કરવામાં આવી હતી.
—–

Related posts

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

Leave a Comment