April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી  સતત વિકાસના લક્ષ્યો માટે સંઘપ્રદેશ સ્‍તરીય ફ્રેમવર્કના નિર્માણ ઉપર દમણમાં કાર્યશાળા યોજાઈ

બુનિયાદી સુવિધાઓ પુરી પાડવી જ સતત વિકાસનું લક્ષઃ સતત વિકાસના 169 લક્ષ્યોને વર્ષ 2030 સુધી પૂર્ણ કરવાના ઉદ્દેશથી પ્રત્‍યેક રાજ્‍ય અને સંઘપ્રદેશ સ્‍તર ઉપર ઈન્‍ડીકેટર ફ્રેમવર્કનું નિર્માણ સૌથી પહેલી પ્રાથમિકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.04: ભારતસરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી સંઘપ્રદેશ સ્‍તરીય ઈન્‍ડીકેટર ફ્રેમવર્ક નિર્માણ માટે ટેક્‍નીકલ સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશથી દમણમાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કાર્યશાળાના પ્રારંભમાં પ્રદેશના યોજના અને આંકડા વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી કરણજીત વડોદરિયાએ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના એડિશનલ ડાયરેક્‍ટર જનરલ શ્રીમતી આર.સાવિત્રી, સંયુક્‍ત રાષ્‍ટ્ર વિકાસ કાર્યક્રમના નીતિ નિષ્‍ણાત શ્રી જયમોન સી. ઉથુપ તથા દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું.

આ પ્રસંગે શ્રી કરણજીત વડોદરિયાએ જણાવ્‍યું હતું કે, આપણા માટે ગૌરવનો વિષય છે કે આપણી વચ્‍ચે મંત્રાલય અને સંયુક્‍ત રાષ્‍ટ્ર વિકાસ કાર્યક્રમ, ભારતના અધિકારીગણ ઉપસ્‍થિત છે. જે પ્રદેશ સ્‍તરીય સતત વિકાસલક્ષ્યોના ઈન્‍ડીકેટર ફ્રેમવર્ક તૈયાર કરવામાં આપણું માર્ગદર્શન કરશે.

આ કાર્યક્રમમાં ભારત સરકારના એડીશનલ ડાયરેક્‍ટર ઓફ જનરલ શ્રીમતી આર.સાવિત્રીએ કી-નોટ વક્‍તવ્‍ય આપતા તેમણે કાર્યશાળાની સંક્ષિપ્ત રૂપરેખા અને તેની પ્રાસંગિકતા રજૂ કરી હતી. કાર્યક્રમમાં સંયુક્‍ત રાષ્‍ટ્ર વિકાસ કાર્યક્રમના નીતિ નિષ્‍ણાત શ્રી જયમોન સિંહ ઉથુપે પર્યાવરણ સંરક્ષણને ધ્‍યાનમાં રાખીવૈશ્વિક સ્‍તર ઉપર ગરીબી અને ભૂખમરાને સમાપ્ત કરવા, સ્‍વસ્‍થ જીવન અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિヘતિ કરવા, લૈંગિક સમાનતા તથા દરેકના માટે સ્‍વચ્‍છ પીવાના પાણીની ઉપલબ્‍ધતા જેવી બુનિયાદી સુવિધાઓ પુરી પાડવી જ સતત વિકાસનું લક્ષ છે અને આપણા દરેકના સંગઠિત પ્રયાસથી તે શક્‍ય બનશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.

આ કાર્યશાળા ત્રણ સત્રોમાં સંપન્ન થઈ હતી. પ્રથમ સત્રમાં સંયુક્‍ત રાષ્‍ટ્ર વિકાસ કાર્યક્રમના એસડીજી અધિકારી સુશ્રી સૌમ્‍યા ગુહાએ સતત વિકાસ લક્ષ્યને સમજાવતાં ભારતમાં તેના કાર્યાન્‍વયનના મહત્‍વને રેખાંકિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંયુક્‍ત રાષ્‍ટ્ર વિકાસ કાર્યક્રમ(યુએનડીપી)એ વર્ષ 2015માં વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણને ધ્‍યાનમાં રાખી સતત વિકાસના લક્ષ્યને હાંસલ કરવા ઉપર જોર આપ્‍યું હતું. સતત વિકાસના લક્ષ્ય માટે દુનિયાના 190 દેશોએ પોતાની સહમતિ આપી હતી.

આ કાર્યક્રમમાં ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નિર્દેશક ડો. સંજય કુમારે વર્ષ 2030 સુધી સતત વિકાસના દરેક લક્ષ્યોને હાંસલ કરવા માટે આ મંત્રાલય દ્વારા વિકસિત રાષ્‍ટ્રીય ઈન્‍ડીકેટર ફ્રેમવર્ક ઉપર ઊંડાણથી ચર્ચા કરી હતી.

આ એક દિવસીય કાર્યશાળાના બીજા સત્રમાં સુશ્રી પ્રિયા સાધુએ પંજાબમાં સતત વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે બનાવવામાં આવેલઈન્‍ડીકેટર ફ્રેમવર્કના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સતત વિકાસના 169 લક્ષ્યોને વર્ષ 2030 સુધી પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પ્રત્‍યેક રાજ્‍ય અને સંઘપ્રદેશ સ્‍તર ઉપર ઈન્‍ડીકેટર ફ્રેમવર્કનું નિર્માણ સૌથી પહેલી પ્રાથમિકતા છે. કાર્યશાળાના ત્રીજા સત્રમાં સંઘપ્રદેશના વિવિધ કાર્યાલયોના સંબંધિત કર્મચારીઓની સાથે સંઘપ્રદેશના ઈન્‍ડીકેટર ફ્રેમવર્કની ડ્રાફટીંગ ઉપર વ્‍યવહારિક ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન મંત્રાલયની ટેક્‍નીકલ ટીમ દ્વારા પ્રશાસનના દરેક કાર્યાલયોને તેમના કાર્યાલયથી સંબંધિત ઈન્‍ડીકેટર તૈયાર કરવા માટે આવશ્‍યક સૂચનો અને સહયોગ આપ્‍યો હતો.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યોજના અને આંકડા વિભાગ દ્વારા આયોજીત આ એક દિવસીય કાર્યશાળામાં દમણના જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ સહિત પ્રશાસનના વરિષ્‍ઠ આઈ.એ.એસ., દાનિક્‍સ અધિકારીઓ, વિભાગના હેડ ઓફ ઓફિસ તથા મોટી સંખ્‍યામાં કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલી તાલુકાના મલિયાધરા, ઘેજ, ચરીમાં પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઈ: વડોદરા-મુંબઈ એક્‍સપ્રેસ-વેની વળતર રકમ ચૂકવ્‍યા વિના કબજા પાવતી પર સહી કરાવવા સામે ખેડૂતોએ વિરોધ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર

vartmanpravah

Leave a Comment