Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી : લગ્ન મંડપો ભીંજાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી સહિત વલસાડ જિલ્લામાં આજે શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આકરા ઉનાળા વચ્‍ચેકમોસમી વરસાદ પડયો હતો. કાળઝાળ ગરમી વચ્‍ચે વરસેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી.
વલસાડ જિલ્લામાં અત્‍યારે કેરી અને લગ્નની મોસમી ચાલી રહી છે. કમોસમી વરસાદે બન્ને મોસમ બગાડી હતી. કેરીનો પાક ધીરે ધીરે બજારમાં આવવો શરૂ થયો છે પણ વરસાદે આડ અસર કરી છે. પાકને નુકશાન થયું હતું તેથી કેરીની ખેતી ઉપર નભતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કેરી પાકને મોટું નુકશાન કમોસમી વરસાદ થકી થયું હોવાથી કેરીના ભાવ વધે તેવી શક્‍યતા જોવા મળી રહી છે. અત્‍યારે લગ્નની મોસમ ચાલી રહી છે. ઠેર ઠેર લગ્નોના મંડપ બંધાયેલા છે ત્‍યારે કમોસમી વરસાદે લગ્ન મંડપો ખરાબ કરી દેતા લગ્નમાં વિઘ્‍ન જોવા મળી રહ્યું હતું. લગ્નનો આનંદમાં વરસાદે ખલેલ પહોંચાડી છે. અત્‍યારે કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે તે મધ્‍યે વરસાદના આગમન થકી લોકોએ ઠંડા વાતાવરણનો અહેસાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દિવાળી બાદ લગભગ તમામ મહિનાઓમાં કમોસમી વરસાદની એન્‍ટ્રી જોવા મળી છે.

Related posts

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

Leave a Comment