September 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

ગુજરાતમાં ઘુસાડવાની મળેલી બાતમીના આધારે પાડેલી રેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાનહ પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત શરૂ કરાયેલા અભિયાનની કડીમાં ગઈકાલે ઉમરકૂઈ વિસ્‍તારમાંગુજરાતમાં ગેરકાયદે કરાતી દારૂની હેરાફેરીની માહિતી સાયલી આઉટ પોસ્‍ટના એ.એસ.આઈ. શ્રી બી.વી. પાટીલને મળી હતી. જેના અનુસંધાનમાં પોલીસ સ્‍ટાફે ઉમરકૂઈના ભુજડપાડા ખાતે રહેતા પિન્‍ટુ સોનજી વળવીના ઘરે શોધ અભિયાન શરૂ કર્યું જ્‍યાં કોઈપણ વ્‍યક્‍તિ મળ્‍યો નહીં હતો પરંતુ બે કાર, એક મારૂતિ અલ્‍ટો નં. ડીએન-09 સી-0558 અને ટોયોટા કોરોલા નં. એમએચ-02 પીએ-9686માં કિંગફિશર સ્‍ટ્રોંગ બિયર, જ્‍હોનમાર્ટીન વ્‍હીસ્‍કી, રોયલ સ્‍ટેગ વ્‍હીસ્‍કી, ઈમ્‍પેરિયલ બ્‍લ્‍યુ વ્‍હીસ્‍કી મળી કુલ રૂા.42,880નો દારૂ ઝડપી પાડયો હતો અને દાનહ પોલીસે દારૂનો જથ્‍થો અને કારને વધુ તપાસ અને પગલાં માટે દાનહના એક્‍સાઈઝ ડિપાર્ટમેન્‍ટને સુપ્રત કર્યો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

vartmanpravah

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment