October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે આજરોજ ભાનુજ્‍યોત સ્‍કૂલ દ્વારા તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન આયોજિત ભાનુજ્‍યોત સ્‍કૂલના આગણમાં હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ચણોદ ગામ ગેટ મુખ્‍ય રસ્‍તાથી હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગાની ભવ્‍ય રેલિ કાઢવામાંઆવી હતી. જેમાં ચણોદ ગામમાં સરપંચ શ્રી નેહાબેન મૂકેશભાઈ પટેલ તથા તેમના સભ્‍યો મુકેશભાઈ પટેલ, રાજેશભાઈ દેસાઈ, દિનેશભાઈ ગુંડ, નિલેશભાઈ પટેલ, મંજુલાબેન પટેલ, હેમાબેન હળપતિ, અસ્‍મિતાબેન પટેલ તથા ભાજપ જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી રેશમાબેન હળપતિ અને ભાજપ તાલુકા પંચાયત સભ્‍ય શ્રી દેવેન્‍દ્રભાઈ હળપતિ, ભાજપ તાલુકા પંચાયત સભ્‍ય સુનિલભાઈ પટેલ, ભાજપ તાલુકા પંચાયત સભ્‍ય મણીલાલ પટેલ તથા સમગ્ર ચણોદ ગ્રામવાસીઓ અને ચણોદ ગામ વ્‍યાપારી એસોસિયેશનના મેમ્‍બરો જોડાયા હતા. આ સમગ્ર આયોજન ભાનુજ્‍યોત સ્‍કૂલના ટ્રસ્‍ટી શ્રી પિયુષભાઈ ભાનુશાલી તથા શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્‍યું હતું.
—-

Related posts

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પારડી નગર પાલિકા કર્મચારીના ઘરે સતત વરસાદને લઈ તોતિંગ વૃક્ષ ધરાશયી

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

Leave a Comment