(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.29: અગાઉ તા.26/10/2024 ના દિને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવર, એક્સરે ટેકનિશીયન અને ફાર્માસિસ્ટનો બે મહિનાથી બાકી પગાર તાત્કાલિક ચુકવવા બાબતે ધરમપુર તાલુકા આ.એ. પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા અને સામાજિક આગેવાન વિજયભાઇ અટારા સાથે રજૂઆત કરી હતી. પરંતુ દિવાળીના સમયમાં પગાર ન થતા જે બાબતની જાણ વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલને થતા ધારાસભ્યશ્રી દ્વારા કર્મચારીઓના પગાર બાબતે જેતે વિભાગમાં સંકલન કરી તા.28/10/2024 ની સાંજે કર્મચારીઓનો પગારની તાત્કાલિક કરી દેવામાં આવ્યો હતો. જે બદલ તમામ કર્મચારીઓ વતી વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ, ધરમપુર તાલુકા આ.એ. પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા અને સામાજિક આગેવાન વિજયભાઈ અટારા અને સહકાર આપનાર તમામ મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ.
