Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર સ્‍માર્ટસીટીના લીસ્‍ટમાં છે, પરંતુ શહેરના પ્રવેશદ્વાર એવા પીપરીયા પુલની બન્ને બાજુએ ગંદકીનો માહોલ જોવા મળે છે. આ બ્રિજનો એક છેડો સેલવાસમાં અને બીજો છેડો ગુજરાતના લવાછા ગામને જોડે છે. અહીં આજુબાજુના વિસ્‍તારમાં રહેતા લોકો ખુલ્લેઆમ કચરો નાખી જાય છે જેના કારણે હંમેશા ગંદકીનો માહોલ રહે છે.
વિસ્‍તારમાં કૂડો-કચરો નાંખી ગંદકી ફેલાવનારા લોકો સામે ન.પા. દ્વારા કડક પગલાં ભરવામાં આવે એ જરૂરી છે. સેલવાસ પાલિકા દ્વારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા માટે કચરા ગાડી દ્વારા કચરો ઉઠાવવામા આવે છે અને સ્‍વચ્‍છતા પ્રત્‍યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે જેથી પ્રદેશમાં આવતા પ્રવાસીઓને શહેરના પ્રવેશદ્વાર પાસે ગંદકી માહોલથી રાહત મળી શકે, અથવા તો સેલવાસ પાલિકા અને લવાછા પંચાયત દ્વારા સંયુક્‍ત રૂપે અહીં જે પણ કચરો નાખે તેઓને દંડ કરી સજા કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

Leave a Comment