Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ભાનુજ્‍યોત સ્‍કૂલ ખાતે ભવ્‍ય ધ્‍વજારોહણનો કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્‍સવના અવસરે ચણોદ ગ્રામપંચાયતના સરપંચ શ્રી નેહાબેન મુકેશભાઈ પટેલના કરવામાં આવ્‍યો હતો. જેમાં એમની સાથે ચણોદ ગ્રામ પંચાયતના સભ્‍યો મુકેશભાઈ પટેલ, રાજેશભાઈ દેસાઈ, દિનેશભાઈ ગુંડ, નિલેશભાઈ પટેલ, અમિતાભાઈ પટેલ, જીતેશભાઈ પટેલ તથા ભાજપ જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી રેશ્‍માબેન હળપતિ, ભાજપ તાલુકા પંચાયત સભ્‍ય શ્રી દેવેન્‍દ્રભાઈ હળપતિ, ભાજપ તાલુકા પંચાયત સભ્‍ય શ્રી મણિલાલભાઈ પટેલ, ભાજપ તાલુકા પંચાયત સભ્‍ય શ્રી સુનિલભાઈ પટેલ તથા ચણોદ ગામવાસીઓની હાજરીમાં ધ્‍વજવંદનનો કાર્યક્રમ હર્ષ-ઉલ્લાસ, આનંદ અને જોશ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ભાનુજ્‍યોત સ્‍કૂલ દ્વારા આઝાદી ના અમૃત મહોત્‍સવ પ્રસંગે સ્‍કૂલના બાળકો તથા શિક્ષકોએ મળીને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા રેલીનું પણ આયોજન કર્યું હતું અને સાથે સ્‍કૂલના આંગણમાં બાળકો દ્વારા સુંદર દેશ ભક્‍તિના ગીતો, શોર્ય ગીતો અને સાંસ્‍કળતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્‍યા હતા. સ્‍કૂલના ટ્રસ્‍ટીગણ તેમજ સ્‍કૂલના શિક્ષકો તથા બાળકો દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ હર્ષઉલ્લાસથી ઉજવવામાં આવ્‍યો હતો અને ખૂબજ સુંદર રીતે કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

Leave a Comment