September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વાપી કન્નડ સંઘ દ્વારા 33મી આંતરશાળા વક્‍તૃત્‍વ અને ચર્ચા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા એકંદરે 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વાપીની શ્રી એલ.સીજ હરીઆ સ્‍કુલના વિદ્યાર્થીઓએ પણ તમામ જૂથોમાં ભાગ લીધો હતો. જેમાં ધોરણ 3 ની ઊમૈકા ભારદ્વાજ અને ધોરણ 5 ની આરાધ્‍યા તિવારીનો વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં 2જો નંબર આવ્‍યો હતો તથા ધોરણ 10 ના ધનંજય યાદવનો ચર્ચા સ્‍પર્ધામાં 2જો નંબર આવ્‍યો હતો. આ સાથે શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલે ઓવરઓલ ચેમ્‍પિયનશીપ ટ્રોફી પણ જીતી હતી.
જ્ઞાનધામ શાળા દ્વારા આયોજિત આંતર શાળા હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં ધોરણ 4 ની કુ.અંજલિ શર્માએ પ્રથમ સ્‍થાન મેળવ્‍યું. મેનેજમેન્‍ટ આચાર્યશ્રી બીન્ની પોલએ અને સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ સિધ્‍ધિ બદલ વિદ્યાર્થીઓ તથા ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

Leave a Comment