એમ સ્ક્વેર મોલમાં ફાયર સાધનો બાર મહિનાથી બંધ મળ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ સરકારે જાહેર સ્થળો ગેમ ઝોન સહિતમાં ફાયર સિસ્ટમ તપાસના આદેશ આપ્યા બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો દોર શરૂ થઈ ચુકયો છે તે વલસાડમાં પણ આજે જાહેર સ્થળો અને ગેમ ઝોનમાં તપાસ શરૂ થઈ ચૂકી હતી.પાલિકા અધિકારી અને મામલતદાર સહિત પોલીસ સ્ટાફે જાહેર સ્થળોએ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જેમાં એમ સ્ક્વેર મોલમાં ફાયર સિસ્ટમ બાર મહિનાથી બંધ હાલતમાં જોવા મળી હતી તેથી તાત્કાલિક સર્વિસ કરવાની દોડધામ આરંભાઈ હતી. ફાયર સિસ્ટમની તાકીદે મરામત કરવાની દોડાદોડી જોવા મળી હતી. આ મોલમાં બાર મહિના પહેલા ગેમ ઝોન ચાલુ હતી અત્યારે બંધ છે પરંતુ ચેકિંગ કાર્યવાહીમાં આડુના વેતરાઈ જાય પાણી પહેલા પાળ બાંધવાની કવાયત જોવા મળી હતી. અન્ય જાહેર સ્થળોએ પણ ફાયર સિસ્ટમની ચકાસણી યુદ્ધના ધોરણે ચકાસણી થઈ રહેલ હોવાનું ચારે તરફ જોવા મળી રહ્યું છે. આ તો ભયની પ્રિત હોય તેવું જણાય છે. ફાયર સિસ્ટમ અપટુડેટ રાખવી પડે એ નૈતિક જવાબદારી અને ફરજ છે. ગુજરાતમાં અગાઉ પણ સુરત અમદાવાદમાં અગ્નિકાંડ સર્જાઈ ચુકયા છે પણ તેવી ઘટનાઓ પછી પણ સિસ્ટમ કે જવાબદારોએ કોઈ પગલાં ભર્યા નથી. જો ભર્યા હોત તો રાજકોટ કારમી ઘટના ના ઘટી હોત.