April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડ

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.22: અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ, સમસ્‍ત કુંકણા સમાજ વાંસદા તથા શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે કુંકણા સમાજ ભવન ખાંભલા ઝાપા વાંસદા ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં ‘‘રક્‍તદાન મહાદાન”ને સાર્થક કરવા આદિવાસી યુવાનો કુંકણા સમાજ ભવને પહોંચી ઉત્‍સાહભેર રક્‍તદાન કરાતા 61 યુનિટ રક્‍ત બેગ એકત્ર કરવામાં આવી હતી અને રક્‍તદાતાઓને મોટીવેશન માટે હેલમેટ ગીફટ આપવામાં આવી હતી. આ રક્‍તદાન કેમ્‍પમાં આગેવાન મણિલાલભાઈ તેમજ મોટી સંખ્‍યામાં યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ડો.લોચન શાષાીએ રક્‍તદાન કરી યુવાનોને પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરુ પાડી વધુમાં વધુ યુવાનોને રક્‍તદાન કરવા ભાગ લેવા અપીલ કરી હતી.
રક્‍તદાન કેમ્‍પ ને સફળ બનાવવા જશુભાઈ બી. પટેલ, રણજીતભાઈ ચૌધરી, સંજય ગાયકવાડ, મુકેશ મેસુરિયા, યોગેશ પટેલ (યોગી) બીનવાડાએ જહેમત ઉઠાવી હતી. આ આદિવાસીઓના રક્‍તદાન કેમ્‍પ ને સફળ બનાવ્‍યો હતો.

Related posts

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે શોપિંગ સેન્‍ટરના 7 દુકાનના તાળા તૂટયા

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

હાઈવે ઓથોરિટીની જીવંત બેદરકારી વાપી હાઈવે ઉપર અકસ્‍માત સર્જવા પુરી સાબિત થશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment