October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

અકસ્‍માત સર્જ્‍યા બાદ ડમ્‍પર ચાલક ચાલુ ડમ્‍પરે કુદી પડયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ કુંડી હાઈવે બ્રિજ પાસે શનિવારે બપોરે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. સુરત તરફથી બેફામ આવી રહેલ રેતી ડમ્‍પર ચાલકે ફસ્‍ટ ટેકમાં ચાલતી બે કારોને ટક્કર મારી દેતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બે કારમાં સવાર બે પરિવારોનો આબાદ ચમત્‍કારિક બચાવ થયો હતો.
હાઈવે ઉપર ડમ્‍પર ચાલકો ફાટીને ધુમાડે જઈ રહ્યા છે. વારંવાર અકસ્‍માતો સર્જી રહ્યા છે. શનિવારે બપોરે સુરત તરફથી આવી રહેલ ડમ્‍પર નં.જીજે 16 એવી 8871નો ચાલક બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યો હતો ત્‍યારે કુંડી ફાટક વલસાડ હાઈવે ઉપર પહેલી ટ્રેક ઉપર ચાલી રહેલી બે કારને ટક્કર મારી ડમ્‍પરડિવાઈડર કુદી ગયું હતું. અકસ્‍માત સર્જી ડમ્‍પર ચાલક ચાલુ ડમ્‍પરે કુદી પડયો હતો. સદ્દનસીબે બન્ને કારમાં સવાર બે પરિવારોનો આબાદ બચાવ થયો હતો. પોલીસે ડમ્‍પરને ખસેડીને ટ્રાફિક જામ દુર કર્યો હતો. વલસાડ હાીવે અકસ્‍માત ઝોન બની ગયેલ છે. સરેરાશ રોજ એક અકસ્‍માત થતો રહે છે.

Related posts

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

આજે લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે: સવારે 10 વાગ્‍યે મોટી દમણ ફિશ માર્કેટ પાસે ઉપસ્‍થિત રહેવા કાર્યકરોને કરેલું આહ્‌વાન

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

Leave a Comment