January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે શોપિંગ સેન્‍ટરના 7 દુકાનના તાળા તૂટયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસ પોલીસસ્‍ટેશનની સામે આવેલ સિદ્ધાર્થ શોપિંગ સેન્‍ટરમાં આવેલ સાત જેટલા દુકાનના તાળા તોડી અજાણ્‍યા ચોરટાઓ ચોરી કરી પલાયન થવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત રાત્રિએ સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે આવેલ સિદ્ધાર્થ શોપિંગ સેન્‍ટરમાં આવેલ સાત જેટલા દુકાનોની શટરના તાળા તોડી ચોરટાઓ ચોરી કરી રફૂચક્કર થવા ગયા હતા. જેમાં ચોરટાઓ દુકાનના ગલ્લામાં રાખેલ રોકડની ચોરી કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા તેમની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને પંચનામુ કર્યા બાદ દુકાનોની અંદર તથા આજુબાજુ લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને ચોરટાઓને ઝબ્‍બે કરવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા.
પોલીસ સ્‍ટેશનની સામે જ આવેલી દુકાનના તાળા તૂટતા લોકો કાયદા અને કાનૂન વ્‍યવસ્‍થા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે.

Related posts

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment