Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં આવેલ માવલી ધોધ અને ભીલી ધોધ આવેલ છે, જે ચોમાસા દરમિયાન જોવા લાયક રહે છે, કુદરતી રીતે પહાડી વિસ્‍તારમાં અનેક જગ્‍યાએ ધોધ જોવા મળે છે અનેક જગ્‍યાએ ઝરણાઓ સોળેકળાએ ખીલેલા જોવા મળે છે. આ કુદરતી નજારો જોઈને મન મહેક બને છે, લાગે ધરતીમાં એ લીલી ચાદર ઓઢી હોય એવું ચારે તરફ નજારો જોવા મળે છે, આખો પહાડી વિસ્‍તાર લીલોછમ જોવા મળે છે, કપરાડાના અનેક ગામોમાં નાની નાની નદીઓમાં ઝરણાંઓ વહેતા દેખાય છે, કેટલીક જગ્‍યાએ ધોધ પણ આવેલા છે ગામ લોકોને કહેવા પ્રમાણે આ ઐતિહાસિક ધોધ છે કપરાડા થી 20 કિલોમીટર દૂર સિલ્‍ધા ગામ આવેલ છે જ્‍યાં કરજપાડા ફળિયામાં બે ધોધ આવેલા છે. દિવાળીના સમયે ગામના લોકો સાત દિવસ મઠમાં બેસીને રીત રીવાજ પ્રમાણે પૂજા પાઠ કરવામાં આવે છે, સાત દિવસ બાદ માવલી ધોધ પાસે જઈને ત્‍યાં આવેલ દેવોની પૂજા કરે છે, ધોધ પાસે સ્‍નાન કરે છે ત્‍યાં સ્‍નાન કર્યા બાદ પહાડી પર ચાલતા ચાલતા જઈ જ્‍યાં પહાડી ઉપર એક ભીલી ધોધ આવેલ છે ત્‍યાં દેવી દેવતાઓના પૂજાપાઠ કરે છેઅને પૂજા કર્યા પછી સ્‍નાન કરીને ગ્રામજનો પોતપોતાના ઘરે જાય છે અને દિવાળીના સમયે ખેતીમાં વાવેલ નવા પાકથી ભોજન બનાવે છે અને દેવોને ચડાવી ત્‍યાર પછી ગ્રામજનો નવા પાકમાંથી બનાવેલ ભોજન ખાય છે. અહીં પહાડી વિસ્‍તારમાં આ પરંપરા આવેલી છે સરકાર દ્વારા આ ધોધ વિકસાવવામાં આવે તો પ્રવાસી પણ અહીંયા આવી શકે સહેલાણીઓ આ ધોધને રમણિય વાતાવરણમાં નિહાળી શકે અને ગ્રામજનોને રોજગાર પણ મળી શકે.

Related posts

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

Leave a Comment