Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: દીવમાં સ્‍થિત ગંગેશ્વર મહાદેવ મંદિરની પાંચ લિંગની રચના પાંચ પાંડવ દ્વારા કરવામાં આવી છે જેનો ખુદ સમુદ્ર અભિષેક કરે છે જે દ્રશ્‍ય ખુબ જ અદભુત જોવા મળે છે.
શ્રાવણ માસ દરમિયાન લોકો મહાદેવની આરાધના કરતા હોય છે. દીવમાં પણ ગંગેશ્વર મહાદેવનુ મંદિર પ્રખ્‍યાત છેજે દીવના ફુદમ ગામે આવેલુ ખૂબ જ પ્રાચીન મંદિર છે. તો ચાલો જાણીએ ગંગેશ્વર મહાદેવ વિશે. ગંગેશ્વર મહાદેવનુ મંદિર પાંચ હજાર વર્ષ થી પણ વધુ જુનુ છે જેની રચના પાંડવો દ્વારા કરવામાં આવી હતી પાંચ પાંડવો વનવાસ દરમિયાન દીવ પણ આવી પહોંચ્‍યા હોવા ની લોક વાયકા છે તેઓ મહાદેવ ની પુજા કર્યા વગર ભોજન ગ્રહણ કરતા નહી તેથી અહી સ્‍થિત પાંચ શિવ લિંગ ની સ્‍થાપના પાંચ પાંડવો એ તેમના કદ અનુસાર કરી હતી અને પુજા કરી ભોજન કર્યું હતુ ત્‍યાર થી અહી આ પાંચ પાંડવ રચીત શિવલિંગ પુજાય છે. આ પાંચેય શિવલિંગ નજીક એક પાણીનો ખાડો હતો. કહેવાય છે કે દરીયાનુ ગમે તેટલું પાણી આવે પણ તે ખાડામાં મીઠું પાણી જોવા મળે છે. લોકોનુ કહેવું છે કે એ ગંગાજળ છે જેથી પણ આનુ નામ ગંગેશ્વર પડયુ હોવાની માન્‍યતા છે. આ પાંચેય શિવલિંગને રોજ સમુદ્ર પોતે અભિષેક કરે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્‍તોની ભીડ જોવા મળે છે અને શિવલિંગને સમુદ્રનો અભિષેક સૌ કોઈ પોતાના મોબાઈલમાં કેદ કરતા નજરે પડે છે. ગંગેશ્વર મહાદેવનુ મંદિર સમુદ્ર કિનારે હોવાથી તે ખુબ આકર્ષક લાગે છે. અહી દેશ-વિદેશના પર્યટકો જોવા મળે છે. જેવો દર્શનના લાભની સાથે ફોટોગ્રાફી અને સેલ્‍ફીની પણ મજા માણતા હોય છે. અહી ઘણા રાજનેતાઓપણ દર્શનાર્થે આવી ચુકયા છે. ભુતપૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલ, રામનાથ કોવિદ તથા બીજા પણ અનેક નેતાઓ દીવ મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્‍યા હતા. પૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલે બીજી મુલાકાતમાં ગંગેશ્વર મહાદેવ ખાતે મહાપુજાનુ આયોજન કર્યું હતું. કહેવાય છે કે એમની કોઈ મનોકામના પૂર્ણ થવાથી આ મહાપુજાનુ આયોજન થયુ હતુ. ઘણા લોકોનુ કહેવું છે કે ગંગેશ્વર મંદિરનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ છે. આ મંદિરમાં વાર-ત્‍યોહાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગંગેશ્વર મહાદેવનો ઈતિહાસ લખેલો જોવા મળે છે, ગંગેશ્વર મહાદેવ એ દીવનું પૌરાણિક મંદિર છે.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

Leave a Comment