Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકામાં રાત્રી દરમ્‍યાન પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ રહ્યો હતો. અને સવારના સમયે થોડા કલાક વિરામ બાદ બે વાગ્‍યાના અરસામાં ફરી વરસાદ શરૂ થયો હતો. અને સતત એકાદ કલાક મેઘરાજા મનમૂકીને વરસતા ઠેર ઠેર પાણી પાણી થઈ ગયા હતા. તાલુકામાંથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના ઓવરબ્રિજના વલસાડ તરફના છેડે સર્વિસ રોડ અને હાઇવે પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્‍યો સર્જાયાં હતા. અને આ સ્‍થળે મોટી માત્રામાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત મજીગામ કાલાખાડીના પુલની આગળ, થાલામાં સર્વિસ રોડ પર તથા ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ, બગલાદેવ સર્કલની આગળ, જુના વલસાડ રોડ ઉપર કોળી સમાજની વાડીની આગળ પણ પાણી ભરાયા હતા. બે વાગ્‍યાના અરસામાં ધોધમાર વરસાદ વચ્‍ચે વિઝીબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
કાળા દિબાંગ વાદળો ઘેરાયેલા રહેવા સાથે ત્રણ દિવસથી નોંધપાત્ર વરસાદને પગલે ખેતરો પણ પાણીથી તરબોળ થતા ખેડૂતોને પણ મોટી રાહત થવા પામી હતી. અને નદી, કોતરો, તળાવમાં પણ પાણીની આવકમાં વધારો થયો હતો.
વરસાદ વચ્‍ચે સમરોલીમાં ગુલાબભાઈ મણીભાઈ પટેલના ઘરનું છત જમીનદોસ્‍ત થતા ભર ચોમાસે પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો હતો. આસાથે તાલુકામાં સાંજે ચાર વાગ્‍યા સુધીમાં ચોવીસ કલાક દરમ્‍યાન 4.44 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાથે સિઝનનો કુલ વરસાદ 11-ઇંચ થવા પામ્‍યો હતો.

Related posts

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

Leave a Comment