July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

પ્રખ્‍યાત કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના હસ્‍તે સૂરજ કુમારને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરાયાઃ નુમા ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર આકાશ ઉદેશી અને સેક્રેટરી અર્જુન ઉદેશીએ સૂરજ કુમારને પાઠવેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : નુમા ઈન્‍ડિયા દ્વારા દમણમાં ચાલતા નુમા એકેડેમી ડાન્‍સ ટ્રેનર શ્રી સૂરજ કુમારે મુંબઈ થાણેમાં આયોજીત ડાન્‍સ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ વર્કશોપમાં ડાન્‍સની તાલીમ આપવા માટે ટેલીવિઝન રિયાલીટી શૉના ફેમસ કોરિયોગ્રાફર શ્રી વૈભવ ઘુઘે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. વર્કશોપ પૂર્ણ થયા બાદ શ્રી વૈભવ ઘુઘેના હસ્‍તે શ્રી સૂરજ કુમારને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે નુમા ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર શ્રી આકાશ ઉદેશી અને સેક્રેટરી શ્રી અર્જુન ઉદેશીએ નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર શ્રી સૂરજ કુમારને શુભકામનાઓ પાઠવી હતી અને આવી જ રીતે ભવિષ્‍યમાં પણ ડાન્‍સના ક્ષેત્રે પોતાનું કૌવત ઝળકાવતા રહે અને સંઘપ્રદેશનું નામ રોશન કરે.

Related posts

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે ડો.નિરવ શાહની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment