Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26: ગત તા.24-08-2022 ના રોજ ગુજરાતી અર્વાચીન સાહિત્‍યના આદ્યકવિ નર્મદની જન્‍મજયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ નર્મદનો જીવન પરિચય તેમજ તેના સાહિત્‍ય સર્જનમાંથી કેટલીક કૃતિઓ અંકે સુંદર રજૂઆત કરી હતી. આ ઉપરાંત વિશ્વ ગુજરાતી ભાષા દિવસને અનુલક્ષીને વિદ્યાર્થીઓએ ગુજરાતી કવિઓની ઉત્તમ કવિતાઓ, લોકગીતો, ગઝલ વગેરેનું ગાન કરી કાર્યક્રમને સુંદર બનાવ્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્‍યક્ષા ડો.સુશિલા વાઘમસી તેમજ અધ્‍યાપક ધરવ બારોટે કર્યું હતું. કાર્યક્રમની ભુમિકા તેમજ આભારવિધિ ડો.સુશિલા વાઘમસીએ કરી હતી. આ ઉપરાંત સમાજશાષા વિભાગના અધ્‍યક્ષા પ્રા.કોકિલાબેન ડાભીએ કાર્યક્રમના અંતેવિદ્યાર્થીઓને સમગ્ર કોલેજ તરફથી નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના કો-ઓર્ડિનેટર ડો.હર્ષદભાઈ ચૌહાણએ પરોક્ષ રીતે સહકાર આપી આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે યોગદાન આપ્‍યું હતું.

Related posts

માતૃશક્‍તિ જ્‍યારે સાથે છે ત્‍યારે આપણો વિજય નિヘતિ છેઃ ઉમેદવાર મહેશભાઈ ગાવિત

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

vartmanpravah

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

vartmanpravah

Leave a Comment