Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

સમગ્ર જીવસૃષ્‍ટિ માટે પર્યાવરણ અગત્‍યનું પરિબળ છે, વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: સમગ્ર જીવસૃષ્‍ટિ માટે પર્યાવરણ એક અગત્‍યનું પરિબળ છે.પર્યાવરણની જાળવણી માટે વર્ષોથી રાજ્‍ય સરકાર દ્વારા પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર સ્‍વ. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ વર્ષ 1950 થી ગુજરાત રાજ્‍યને હરિયાળું બનાવવા વન મહોત્‍સવની શરૂઆત કરી હતી એમ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીની જે.વી.બી.એસ. હાઇસ્‍કૂલ ખાતે 73મા પારડી તાલુકાના વન મહોત્‍સવ નિમિત્તે જણાવ્‍યું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ આ પ્રસંગે હાઈસ્‍કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીતલબેન 5ટેલ, જિલ્લા પંચાયત સદસ્‍યો મુકેશભાઇ પટેલ, દિવ્‍યાબેન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઇ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા. મંત્રીશ્રી અને મહાનુભાવોએ આ અવસરે લાભાર્થીઓને નિધૂર્મ ચૂલા અને આંબા કલમોનું વિતરણ કર્યુ હતું. દેશના વડાપ્રધાન અને તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાજ્‍યકક્ષાનો વન મહોત્‍સવ રાજ્‍યના પાટનગર ગાંધીનગર ખાતે નહિ પરંતુ જિલ્લા ખાતે ઉજવણીની પરંપરા શરૂ કરી છે, જે આજે પણ જળવાઇ રહી છે. દેશના વડાપ્રધાનશ્રી દ્વારા તેમના મુખ્‍યમંત્રીના કાર્યકાળ દરિમયાન ભારતીય સંસ્‍કૃતિ અને શાષાોનું મહત્‍વ લોકોને સમજાય તે માટે સાંસ્‍કૃતિક વન, ઔષધિય વન વગેરે જુદા જુદા વનો રાજ્‍યભરમાં તૈયાર કરવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધીમાંઆવા 22 વનો રાજ્‍યભરમાં તૈયાર કરવામાં આવ્‍યા છે. વલસાડ જિલ્લામાં પણ કપરાડા ખાતે આમ્રવન તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લું મૂકયું હતું. આજ પ્રમાણે નવસારી જિલ્લામાં પણ માતા સીતાની યાદમાં જાનકી વન તૈયાર કરવામાં આવ્‍યું છે. આ વિસ્‍તારમાં વધુ વૃક્ષો છે અને હરિયાળી છે તે હરિયાળીને જાળવી રાખવા માટે દરેક નાગરિકે તેમના જન્‍મદિન નિમિત્તે, લગ્નની વર્ષગાંઠે કે સંબધીઓની સ્‍મૃતિરૂપે વૃક્ષો રોપવાનો સંકલ્‍પ કરી આ વૃક્ષોનું જતન પણ કરવું જોઈએ એમ જણાવ્‍યુંવ હતું.


આજે સમગ્ર દુનિયા કલાઈમેન્‍ટો ચેન્‍જથી ભયભીત છે ત્‍યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં પર્યાવરણની ચિંતા કરી પર્યાવરણનું જતન કરવાની જે જાગરૂકતા બતાવી તે માટે તેમને એવોર્ડ પણ આપવામાં આવ્‍યો છે. રાજ્‍યમાં વર્ષ 2001માં કચ્‍છ જિલ્લામાં આવેલા ધરતીકંપમાં જે માનવમૃત્‍યુ, પશુ મૃત્‍યોની જે દર્દનાક ઘટના બની તેની સ્‍મૃતિરૂપે કચ્‍છ જિલ્લામાં જે સ્‍મૃતિવન તૈયાર કરવામાં આવ્‍યું છે તેનું આગામી તા. 28મી ઓગસ્‍ટના રોજ લોકાર્પણ કરશે.
આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વનસંરક્ષક જીનલબેન ભટ્ટે તેમના સ્‍વાવગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન વિભાગ દ્વારા જિલ્લામાં 14 જેટલી નર્સરીઓમાં વિવિધ જાતના35.20 લાખ રોપા ઉછેરવામાં આવ્‍યા છે. વિભાગની જુદી જુદી યોજનાઓ દ્વારા જિલ્લામાં કુલ 828 હેકટરમાં 7,53, 132 રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લો રાજ્‍યમાં તમામ જિલ્લાઓ પૈકી જંગલ વિસ્‍તારમાં, બહારના વિસ્‍તારમાં સૌથી વધુ ગીચતા ધરાવતો જિલ્લો છે, જેથી આ જિલ્લાામાં હેકટર દીઠ 69 વૃક્ષો છે. ફાર્મ ફોરેસ્‍ટ્રી યોજના હેઠળ ગ્રામપંચાયત અને ખેડૂતની જમીન પર વન વિભાગ દ્વારા 400 હેકટરમાં નીલગીરી, શરૂ, બાવળ વગેરે જાતોના કુલ 4 લાખ રોપાઓના વાવેતરની કામગરી ચાલુ છે. વૃક્ષો ખેતી યોજના હેઠળ ખેડૂતોની જમીનમાં ખેડૂતો દ્વારા 240 હેકટરમાં 240000 હજાર રોપાઓનું વાવેતર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.
આ કાર્યક્રમનું સંચાલન આ હાઈસ્‍કૂલના શિક્ષક સ્‍મૃતિ દેસાઇએ કર્યુ હતું, જયારે આભારવિધિ આર.એફ.ઓ.ડી.ટી. કોંકણીએ કરી હતી.
આ કાર્યક્રમમાં પારડીના પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, હાઈસ્‍કૂલના આચાર્ય વિજયભાઇ પટેલ, શાળા પરિવારના શિક્ષકગણ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને હાઈસ્‍કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિવસની ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ આપતા નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છેઃ જીજ્ઞેશ જોગી-દમણ સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં પ્રથમ વખત આયોજીત 68મી રાષ્‍ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્‍સ) ટુર્નામેન્‍ટ 2024-25નું સમાપન

vartmanpravah

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

નાનાપોંઢાથી નાસિક નેશનલ હાઈવે ૮૪૮ ઉપર ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ સુધી નહીં પુરાતા વાહન ચાલકો ત્રાહિમામ્ઃ તંત્ર મૂકદર્શક

vartmanpravah

Leave a Comment