April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

બાકી મિલકત વેરાની 16 મિલકત પૈકી 7 મિલકતો પાલિકા વેરા વિભાગે સિલ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે અભિયાન તેજ કર્યું છે. આજે શુક્રવારે લાખો રૂપિયાનો વેરો બાકી હોય તેવી 16 મિલકતો પૈકી સાત મિલકતોને સિલ મારી દેતા બાકી મિલકત વેરા ધારકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્‍યો હતો.
નગરપાલિકાની આવકનો મુખ્‍યસ્ત્રોત મિલકત વેરો છે. ચાલુ નાણાકીય વર્ષે પાલિકાનો વેરો સમયસર ભરપાઈ થાય તે માટે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત 10 અને 5 ટકા રિબેટની યોજના કાર્યરત કરી હતી. જેનો સારો એવો પ્રતિસાદ પણ સાંપડયો હતો. જાગૃત મિલકત ધારકોએ યોજનાનો લાભ લઈ સમયસર વેરો ભરપાઈ કરી દીધો હતો. પરંતુ અમુક તમુક મિલકત ધારકોનો અંદાજીત રૂા.3.24 લાખનો વેરો બાકી હતો તેવા 16 મિલકત ધારકોને દિન-15માં નોટિસો આપ્‍યા બાદ પણ વેરોનહી ભરવામાં આવતા આજે 7 જેટલી મિલકતો પાલિકાના અધિનિયમ હેઠળ સિલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ સ્‍મશાન ભૂમિ નજીક ઔરંગા નદીમાં અજાણ્‍યા યુવાનની લાશ તણાઈ આવી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment