October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: કપરાડા તાલુકાના કાકડકોપર ખાતે સાતમાં ‘‘રાષ્‍ટ્રીય પોષણ માસ-2024” અંતર્ગત આઈ.સી.ડી.એસ. કપરાડા ઘટક-02 ના મોટાપોંઢા સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા લોકજાગૃતિ માટે જન આંદોલનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહેમાનો દ્વારા આંગણવાડી કક્ષાએ અને ગ્રામ્‍ય કક્ષાએ ઘરે ઘરે સુધી કરવામાં આવતી કામગીરીને બિરદાવી પ્રોત્‍સાહન પુરુ પાડવામાં હતું. સીડીપીઓએ ગામ લોકોને આંગણવાડી કેન્‍દ્રની મુલાકાત લઈ નિયમિત લાભ લેવા, સહભાગી થવા અને પોષણની સ્‍થિતિ અંગે માહિતગાર રહેવા અપીલ કરી હતી.
પોષણ માસની ઉજવણીમાં મોટાપોંઢા ગામના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણની પાંચ થીમ ‘‘એનેમીયા નિવારણ, ગ્રોથ મોનીટરીંગ, પૂરક પોષણ, પોષણ ભી પઢાઇ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી” વગેરે અંગે તૈયાર કરેલ પોસ્‍ટર દ્વારા પ્રદર્શન કરી સમજ આપવામાં આવી હતી. લાભાર્થીઓને દાતાઓ તરફથી મળેલ ગોળ, ખજુર, શીંગદાણા અને મગની પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ભંડારકચ્‍છ-1 અને ઓઝર-1 કેન્‍દ્રના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાપોષણનું ગીત રજુ કરી આઇસીડીએસની તમામ સેવાઓનો લાભ લેવા માટે લાભાર્થીને જાગૃત કરવામાં આવ્‍યા હતા. કાર્યકર બહેનો દ્વારા પરંપરાગત રીતે બનતી અને વિસરાતી જતી વાનગીઓ, ટીએચઆર અને મિલેટ્‍સમાંથી બનતી વાનગીઓનું નિદર્શન યોજવામાં આવ્‍યું હતું. રંગોળી દ્વારા જંકફુડથી દુર રહી હેલ્‍ધી ફુડના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુત્રસંચાલન મોટાપોંઢા-04 ના આંગણવાડી કાર્યકર બહેન અને સેજા સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય પોષણ માસની તમામ ઉજવણી અને સફળ સંચાલન આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઑફિસરના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ કપરાડા ઘટક-2 ની ટીમ, બીએનએમ અને પા પા પગલી ઇન્‍સ્‍ટ્રક્‍ટર દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યકમમાં કાકડકોપર ગામના સરપંચ, માજી સરપંચ, તલાટી કમ મંત્રી અને કપરાડા ઘટક-2 ના સીડીપીઓ હાજર રહ્યા હતા.

Related posts

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની યોજાયેલી સેનેટ ચૂંટણીમાં પ્રેફરન્‍શિયલ પ્રક્રિયા સામે ઉઠેલો વિરોધનો સૂર

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

આજે દમણમાં થયેલ જળપ્રલયના 20 વર્ષ પૂર્ણઃ ઉદ્‌ઘાટનના માંડ 42 દિવસમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

vartmanpravah

Leave a Comment