October 14, 2025
Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

પડતર માંગો અંગે તાત્‍કાલિક નિર્ણય નહિ લેવાય તો 1પમી સપ્‍ટેમ્‍બરથી પુનઃ ગાંધી ચિંધ્‍યા માર્ગે આક્રમક આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ક્ષય વિભાગના જિલ્લાના કર્મચારીઓ દ્વારા ગુજરાત આરએનટીસીપી કરારબધ્‍ધ કર્મચારી સંઘના પ્રમુખ શ્રી હેમાંશુ પંડયાના નેજા હેઠળ સરકારની આંદોલન નિવારણ સમિતિ સમક્ષકરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે, 11 એપ્રિલના રોજ આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને એનએચએમના ડાયરેકટર રેમ્‍યા મોહનની રૂબરૂ મુલાકાત કરતા તેઓએ પડતર માંગોના યોગ્‍ય ઉકેલ માટે મૌખિક ખાત્રી આપી હતી અને તેથી ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીઓએ 24-માર્ચથી શરૂ કરેલ આંદોલન સ્‍થગિત કરેલ હતું, પરંતુ ત્રણ માસ કરતા વધુ સમય વિતી જવા છતાં પડતર માંગો અંગે યોગ્‍ય ઉકેલ ન આવતા ક્ષય વિભાગના કરારી કર્મચારીઓમાં રોષ અને અવિશ્વાસની લાગણી ઉભી થવા પામી છે.
ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીઓની પગાર વધારો, ટીબીએચવીને પેટ્રોલ એલાઉન્‍સ ઈન સર્વિસ મૃત્‍યુ સહાયમાં વધારો, કમ્‍પેન્‍સેશન સહિતની પડતર માંગણીઓનો અંગે તત્‍કાલ નિર્ણય નહિ લેવાય તો 15-09-2022થી પુનઃ ગાંધી ચિંધ્‍યા રાહે આક્રમક આંદોલન કરવામાં આવશે. જેમાં થનાર જાહેર આરોગ્‍ય અને દર્દીના હિતને થનાર નુકસાનીની જવાબદારી ઉપરોક્‍ત સર્વ અધિકારી પદાધિકારીઓની રહેશે તેમ જણાવ્‍યું હતું.

Related posts

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

Leave a Comment