October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

રહેઠાણો, શોપીંગ સેન્‍ટર, રોડો પાણીમાં ગરકાવ : રેડ એટર્લ જાહેર : કેટલીક શાળાઓ બંધ રહી: અડધી સદી પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.19:છેલ્લા કેટલાક દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં એકધારો સતત વરસાદ પડતા પરિસ્‍થિતિ દિવસે દિવસે વણસી ચૂકી છે. બુધવારે મળસ્‍કે વાપી વિસ્‍તારમાં સતત ચાર કલાક 5.5 ઈંચ મુશળાધાર વરસાદ વરસતા શહેર આખુ પાણીમાં તરતુ થઈ ગયું હતું.

અષાઢ મહિનાના અંતથી પ્રારંભ થયેલો વરસાદ નોન સ્‍ટોપ ચાલું રહ્યો છે. અત્‍યાર સુધીમાં 52 ઈંચ ઉપરાંત વરસાદ વાપી સહિત વલસાડ જિલ્લામાં પડી ચૂક્‍યો છે અને હજુ પણ ચાલું છે. આ વર્ષે વરસાદ ભૂતકાળના તમામ સ્‍કોર તોડી નાખવાની વકી છે. બુધવારે સવારે 3 વાગ્‍યાથી એકધારો વરસાદ 7 વાગ્‍યા સુધી વાપીમાં વરસતા શહેરને બેહાલ કરી નાખ્‍યું છે. તમામ રોડ, સોસાયટીઓ, બજાર, દુકાનો પાણીમાં તરતા હોય તેવો નજારો જોવા મળ્‍યો હતો. રાજ રેસિડેન્‍સી જેવા વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા. બીલખાડી ઓવરફલો થતા કિનારાની સોસાયટીઓમાં પાણી ઘૂસ્‍યા હતા. અતિશય વરસાદને લઈ જનજીવન અતિ પ્રભાવિત થયું હતું. સવારેનોકરી-ધંધા જવા માટે લોકો અટવાયા હતા. શહેરની કેટલીક શાળાઓ બંધ રહી હતી. જો કે અતિવૃષ્‍ટિને લઈ કોઈ અપ્રિય બનાવ બનવા પામ્‍યો નથી. વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયેલ છે.

Related posts

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્‍ડ ધ ક્‍લોક કાર્યરત

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

Leave a Comment