October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

મંજૂરી લીધા વગર યોજેલ કાર્યક્રમ સામે પોલીસે કાર્યવાહી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ઈ.ડી.એ કોંગ્રેસના રાષ્‍ટ્રિય પ્રમુખ સોનિયા ગાંધીને અમદાવાદ હાજર રહેવાની નોટિસ પાઠવવામાં આવતાની સાથે ગુજરાતમાં આજે શુક્રવારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્‍યા હતા તે અંતર્ગત વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કાર્યાલય વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ પોલીસે પ્રદર્શન અટકાવી કાર્યકરોને ડિટેઈન કર્યા હતા.
કોંગ્રેસના રાષ્‍ટ્રિય પ્રમુખ સોનિયા ગાંધીને અમદાવાદ ઈ.ડી. દ્વારા હાજર થવાનું ફરમાન કરવામાં આવેલ છે તેનો વિરોધ રાજ્‍ય સહિત દેશભરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ અને યુવા કોંગ્રેસના કાર્યકરો, સિનિયર નેતાઓ મધ્‍યસ્‍થકાર્યાલય ઉપર ઉપસ્‍થિત રહી આક્રમક પ્રદર્શન કર્યું હતું. પ્રમુખ દિનેશભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે, સોનિયા અને રાહુલ ગાંધી ઈ.ડી.માં પૂછપરછ કરવા બોલાવી ભાજપ કોંગ્રેસને ડરાવી રહી છે પરંતુ કોંગ્રેસ ડરે તેમ નથી. સ્‍ટેડીયમ રોડ ઉપર આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ કિશન પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ સહિત ગણ્‍યા ગાંઠયા કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. પોલીસે કાર્યક્રમની જરૂરી પરવાનગી નહી લીધી હોવાથી કાર્યકરોની અટક કરી હતી.

Related posts

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

વાપી નજીક કરમબેલામાં રેલવે દ્વારા કાર્યરત કરાયેલ કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડ સેવા નિષ્‍ફળતાના આરે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

Leave a Comment