Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગતશાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.13: જિલ્લા બાળ સુરક્ષા એકમ એ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના વિવિધ અધિકારો, સંરક્ષણ તેમજ બાળકોની વિવિધ જરૂરિયાતો તેમજ તેમની જે તે સમસ્‍યાઓ વગેરેના સમાધાન માટે કાર્ય કરતો વિભાગ છે. આ વિભાગનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય એ છે કે, દરેક બાળકોની જે તે આવશ્‍યકતા અને સમસ્‍યાનું સમાધાન કરી તેમને સમાજના મુખ્‍ય પ્રવાહમાં પ્રસ્‍થાપિત કરવાનું છે. ઉપરોક્‍ત ઉદ્દેશ્‍યના ભાગરૂપે દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતિ ભાનુ

પ્રભા, સમાજ કલ્‍યાણ તથા મહિલા અને બાળ વિકાસ ઉપસચિવ શ્રી જતીન ગોયલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તેમજ દીવ જિલ્લા સમાહર્તા શ્રી ફોરમન બ્રહ્માની અધ્‍યક્ષતામાં આજરોજ દીવ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલના સભાગારમાં ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત દીવ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા એકલ માતા અથવા પિતા વાળા તથા બંને માતા અને પિતાની હયાતી ન ધરાવતા બાળકો માટે

 શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમયોજવામાં આવ્‍યો હતો. ઉપરોક્‍ત કાર્યક્રમ સમાજ કલ્‍યાણ વિભાગ તેમજ બાળ સંરક્ષણ સમિતિ દાદરા અને નગર હવેલી તેમજ

 દમણ અને દીવના સંયુક્‍ત પ્રયાસો તેમજ બાળ સંરક્ષણ સમિતિ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવકુમાર પંડયાના સફળ પ્રયાસોથી ઘ્‍બ્‍ય્‍ભ્‍બ્‍ય્‍ખ્‍વ્‍ચ્‍ લ્‍બ્‍ઘ્‍ત્‍ખ્‍ન્‍ ય્‍ચ્‍લ્‍ભ્‍બ્‍ફલ્‍ત્‍ગ્‍ત્‍ન્‍ત્‍વ્‍ળ્‍ (સી.એસ.આર) અંતર્ગત એકલ માતા અથવા પિતા (સિંગલ પેરેન્‍ટ્‍સ) ધરાવતા તથા બંને માતા અને પિતાની હયાતી ન ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવા માટે યોજવામાં આવ્‍યો હતો.

અગાઉ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા ચાલુ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન શૈક્ષણિક કીટ વિતરણ માટે દીવ જિલ્લાની દરેક સ્‍કૂલ (સરકારી તેમજ પ્રાઈવેટ) માંથી એકલ માતા અથવા પિતા ધરાવતા (સિંગલ પેરેન્‍ટ્‍સ) તથા બંને માતા અને પિતાની હયાતી ન ધરાવતા બાળકોની યાદી પ્રાપ્ત કરવામાં આવેલ, જે અનુસંધાનમાં આજરોજ ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોના શુભ હસ્‍તે ઉપરોક્‍ત દર્શાવેલ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ. આ શૈક્ષણિક કીટ પ્રદાન કરવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકોનો શૈક્ષણિક રીતે સર્વાંગીણ વિકાસ થાય, તેમને અભ્‍યાસ પ્રત્‍યેહકારાત્‍મક દ્રષ્ટિકોણ કેળવાય અને સાથે-સાથે બાળકોને આગળના અભ્‍યાસ માટે પ્રોત્‍સાહન પૂરું પાડવાનો છે.

વધુમાં આજના કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે પધારેલ દીવ જિલ્લા સમાહર્તા શ્રી ફોરમન બ્રહ્મા દ્વારા પોતાના વક્‍તવ્‍યમાં જણાવેલ કે, પ્રશાસન દ્વારા બાળકોને અભ્‍યાસ પ્રત્‍યે પ્રોત્‍સાહન પૂરું પાડવાની આ એક નાની એવી પહેલ છે. દીવ પ્રશાસન તથા શિક્ષણ વિભાગ બાળકોના અભ્‍યાસને લગતી જે કઈ પણ આવશ્‍યકતા હશે તે પૂરી કરવા હંમેશા તત્‍પર અને કટિબંધ રહેશે. તેમણે બાળકો સાથે કીટ વિતરણ દરમિયાન ક્રિયાપ્રતિક્રિયા પણ કરી હતી અને બાળકોને ખૂબ મન લગાવીને અભ્‍યાસ કરી આગળ વધવા માટે પ્રોત્‍સાહિત કરેલ.
ઉપરોક્‍ત કાર્યક્રમમાં દીવ જિલ્લા મ્‍યુનિસિપલ કાઉન્‍સિલના અધ્‍યક્ષા શ્રીમતિ હેમલતાબાઈ રામા, સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી આર. કે. સિંઘ, શિક્ષણાધિકારી (જિલ્લા પંચાયત) શ્રી પીયુષ મારૂ, બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષા શ્રીમતિ નીલમ યતીન ફૂગરો વગેરે અતિથિઓએ પણ ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બુચરવાડા સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષિકા પ્રતિભા સ્‍માર્ટ દ્વારા કરવામાં આવેલ હતું.

Related posts

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

‘જળ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અંતર્ગત કેન્‍દ્રના નાણાં મંત્રાલયના નિર્દેશક અને સેન્‍ટ્રલ નોડલ ઓફિસર(સીએનઓ) સુશીલ કુમાર સિંઘે દાનહમાં ઉપલબ્‍ધ વિવિધ જળસ્રોતોની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્‍ડીંગો-ઈન્‍ડસ્‍ટ્રીઝોને બ્‍લેકમેઈલ કરવાના ગોરખધંધાનો થયેલો આરંભ

vartmanpravah

Leave a Comment