સંઘપ્રદેશમાંથી પસાર થતા નેશનલ હાઈવેની વિવિધ સમસ્યાના અંતની બંધાયેલી આશા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે આજે રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી શ્રી નિતિન ગડકરીની મુલાકાત કરી દાનહ અને દમણ-દીવમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 848-એ, 848-બી અને 251ની બાબતમાં ગહન ચર્ચા-વિચારણાં કરી હતી અને તેમાં રહેલી કેટલીક ત્રૂટિઓ ઉપર પણ મંત્રીશ્રીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.