December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્‍ટના વિષય ઉપર ગેસ્‍ટ લેકચર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 13/09/2022 ના રોજ “Improving Public Speaking Skills and Personality Development”ના વિષય ઉપર ગેસ્‍ટ લેકચરનું આયોજન થયું હતું. જેમાં વાપીની રોફેલ ગ્રિમ્‍સ કેમ્‍પસના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડૉ.નિધિ યાદવ મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્‍વ અને માર્ગદર્શન કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શ્રીમતી તોહા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. ડૉ.નિધિ યાદવએ આ વિષયના સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રોપર પ્‍લાનિંગ અને પ્રેઝેન્‍ટેશનથી કોઈ પણ વિષય લોકો સમક્ષ કઈ રીતે સરળતાથી રજુ કરી શકાય એ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત આ વિષયને ધ્‍યાનમાં રાખીને પર્સનાલિટી ડેવલપમેન્‍ટ માટેના અહમ મુદ્દાઓ જેવા કે આત્‍મવિશ્વાસ, બોડી લેંગ્‍વેજ, ડ્રેસીંગ સ્‍ટાઈલ, લોકો સાથે વાતચીત દરમ્‍યાન તમારો ભાષાકીય સ્‍વર તથા વિવિધ વિષયો ઉપર ઊંડાણ પૂર્વક વિસ્‍તૃત રસપ્રદમાહિતી આપી વિદ્યાર્થીઓને ઉજાગર કર્યા હતા. આ ઉપરાંત પ્રેઝેન્‍ટેશન દરમ્‍યાન ધ્‍યાનમાં રાખવામાં આવતા મહત્‍વના મુદ્દાઓ જેવા કે જુદીજુદી પ્રેઝેન્‍ટેશન ટેકનીક તથા પર્સનાલિટી ડેવલપમેન્‍ટ માટે ‘‘શું કરવું” અને ‘‘શું ન કરવું” જેવા પાસાઓ ઉપર પ્રકાશ પાડ્‍યો હતો. આ ઉપરાંત કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓને ધ્‍યાનમાં રાખીને પ્‍લેસમેન્‍ટ દરમ્‍યાન એમ્‍પ્‍લોયરની સમક્ષ પોતાને કઈ રીતે રજુ કરવું તે જણાવ્‍યુ હતું. સંસ્‍થાના પૂજ્‍ય રામ સ્‍વામીજીએ વિદ્યાર્થીઓને વ્‍યક્‍તિમાં રહેલી 64 સ્‍કીલ વિશે જણાવ્‍યું હતું તેમજ મોટીવેશન માટે કહ્યું હતુ કે જિંદગીમાં જેટલી તકલીફો, તેટલા તમે આત્‍મવિશ્વાસી તને એટલીજ તમારી પર્સનાલિટી ડેવલોપ થશે. આ સમગ્ર કાર્યક્રમનું શાબ્‍દિક સંચાલન આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી શિવાની જી. ગાંધી તેમજ આ કાર્યક્રમને સફળ બનવવા માટે શરૂઆતથી અંત સુધી કોલેજના અસોસિએટ પ્રોફેસર ડૉ.અનુરાધા પી. પ્રજાપતિનું યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમના અંતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શ્રીમતી તોહા પટેલએ સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

વાપી બલીઠા હાઈવે મામલતદાર કચેરી સામે દોઢ મહિનાથી ઘોંચમાં પડેલ સર્વિસ રોડનું કામ શરૂ

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

બલીઠામાં પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં ટેમ્‍પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment