Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

  • દાનહમાં ઓપરેશન 2024નો આરંભઃ સંચાર રાજ્‍યમંત્રી ભાજપની ગતિવિધિનું રૂબરૂ નિરીક્ષણ કરશે

  • દાનહ જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયા બાદ કાર્યકર્તાઓનો જુસ્‍સો સાતમા આસમાનેઃ પ્રદેશના લોકો પણ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ભાજપ સરકારની વિકાસની રાજનીતિથી પ્રભાવિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: આવતી કાલે ભારત સરકારના સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પોતાની મુલાકાત દરમિયાન ભાજપની પાર્લામેન્‍ટ કોર કમિટી, જિલ્લા ભાજપનાપદાધિકારીઓ અને મંડળના પ્રમુખો સાથે બેઠક યોજવાના હોવાની માહિતી મળી છે. સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ વિચાર સમન્‍વય બેઠકનું નેતૃત્‍વ પણ કરશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયા બાદ કાર્યકરોનો જુસ્‍સો સાતમા આસમાને છે. પ્રદેશના લોકોએ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ભાજપ સરકારની વિકાસની રાજનીતિ ઉપર પોતાની મહોર મારી છે. ત્‍યારે અગામી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીનું રણશિંગુ પણ ભાજપ સંગઠન દ્વારા ફૂંકાઈ ચુક્‍યુ છે. 2019ની ચૂંટણીમાં ભાજપના હાથમાંથી ગયેલી દાદરા નગર હવેલી લોકસભા બેઠકને ફરી મેળવવા માટે પ્રદેશ ભાજપે પણ પોતાની એડીચોટીનું જોર લગાવવાનું અત્‍યારથી જ શરૂ કર્યું છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જેડી(યુ)ના સભ્‍યોનો પણ ભાજપમાં સમાવેશ થવાથી અગામી ચૂંટણીમાં કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ, જિ.પં. પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, સભ્‍ય શ્રી દિપક પ્રધાન તથા પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ બનેલા શ્રી ધર્મેશસિંહ ચૌહાણના લોક સમર્થનનો ફાયદો પણ મળશે એવું ગણિત માંડવામાં આવી રહ્યું છે.
આવતી કાલે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સમાજના નબળા વર્ગના વિસ્‍તારની પણ મુલાકાત લેવાના છે. તેઓરાત્રિનું ભોજન સરકિટ હાઉસ કે કોઈ મોટી હોટલમાં નહીં પરંતુ એક કાર્યકર્તાના ઘરે લેવાના હોવાનું જાણવા મળે છે.
કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ પોતાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુવાનો અને પ્રથમ વખત મતદાતા બનેલા મતદારો સાથે સીધો સંવાદ પણ કરશે. તેઓ સરપંચ, જિલ્લા પંચાયતના સભ્‍યો અને અન્‍ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરવાના હોવાની જાણકારી મળી છે.
કેન્‍દ્રના સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ત્રણ દિવસની દાદરા નગર હવેલી મુલાકાતને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપની ટીમ સખત પરિશ્રમ કરી રહી છે.

Related posts

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

Leave a Comment