(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18: દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન(ડી.આઈ.એ.)ના નવનિર્વાચિત અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમાર અને પૂર્વ અધ્યક્ષ શ્રી આર.કે.કુંદનાનીના નેતૃત્વમાં ડી.આઈ.એ.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન(ડી.આઈ.એ.)માં ટીમવર્કની સાથે નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમારે કરેલી પહેલના પણ સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યા છે.ડી.આઈ.એ.ની નવી ટીમને પ્રશાસકશ્રીએ સંગઠનને પોતાની જવાબદારીની સાથે નવી ઊંચાઈ ઉપર લઈ જવા શુભકામના પણ પાઠવી હતી.