April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

કચીગામ ખાતે નેશનલ રૂરલ લાઇવલી હૂડ મિશન દ્વારા બે દિવસીય પાપડ તાલીમ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
દમણના નેશનલ રૂરલ લાઈવલી હૂડ મિશન (એનઆરએલએમ) દ્વારા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ માટે કચીગામના કાછલ ફળિયા ખાતે આયોજીત તાલીમ શિબિરનું આજે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ઉદ્‌ઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મહિલાઓને આત્‍મનિર્ભર કરવાના સ્‍વપ્‍નને સાકાર કરવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા એનઆરએલએમના માધ્‍યમથી પાપડ, મશરૂમ, અચાર જેવી ચીજવસ્‍તુઓ બનાવવા બહેનોને આપવામાં આવી રહેલ તાલીમની સરાહના કરી હતી અનેઅભિનંદન પણ પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયતની તમામ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશના પ્રશાસક સ્‍વયં પાપડના બ્રાન્‍ડીંગ અને માર્કેટીંગ માટે પણ રસ લઈ રહ્યા છે ત્‍યારે બહેનોએ પૂરી નિષ્‍ઠાથી તાલીમ લેવી જોઈએ.
બે દિવસીય તાલીમ શિબિરમાં કચીગામની ર0 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનો ભાગ લઈ રહી છે. આ તાલીમ રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટિટયૂટ સેલવાસ દ્વારા આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે કચીગામના જિ.પં.સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, પટલારાના જિ.પં.સભ્‍ય શ્રી મેહુલભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન એનઆરએલએમના ડિસ્‍ટ્રીક્‍ટ મેનેજર શ્રી યોગેશ રાઠોડ અને ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર શ્રી ઉમેશ કિડેચાની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ભવ્‍ય ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાશે: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં મતદાર જાગૃતિ માટે દમણમાં ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર દ્વારા માસ્‍કોટ અને રાષ્ટ્રગીતનું કરાયેલું અનાવરણ

vartmanpravah

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment