April 25, 2024
Vartman Pravah
તંત્રી લેખદમણદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ દ્વારા શરૂ કરેલું સમાજ પરિવર્તન

દાદરા નગર હવેલી અને દમણ-દીવના દબાયેલા, કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગના બાળકોની ઉઘાડેલી શિક્ષણની ભૂખ

ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે દાનહમાં આઝાદી બાદ પહેલી વખત 2011માં શરૂ થનારી બી.એ., બી.કોમ., બી.એસસી.ની સરકારી કોલેજના ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએશન અપાવી આદિવાસી બાળકોને ઘરઆંગણે કોલેજના શિક્ષણનો પાયો નાંખવા નિમિત બન્‍યા હતા

આવતી કાલે આપણાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રત્‍યે રહેલી તેમની કૃપાદૃષ્‍ટિ અને અનુકંપાની વાત કરવી છે. ભારતના પ્રથમ વડાપ્રધાન સ્‍વ. જવાહરલાલ નેહરૂથી માંડી ડો. મનમોહન સિંઘ સુધીના તમામ પ્રધાનમંત્રીઓ માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક માત્ર ટચૂકડો કેન્‍દ્ર શાસિત પ્રદેશ હતો. દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોતાના નશીબથી જીવી રહ્યું હતું એવું કહેવું પણ અતિશયોક્‍તિ નથી. કારણ કે, 2011માં દાદરા નગર હવેલી ખાતે આર્ટ્‍સ સાયન્‍સ અને કોમર્સ ફેકલ્‍ટીની સરકારી કોલેજ શરૂ કરવાનો પ્રસ્‍તાવ તત્‍કાલિન પ્રશાસક શ્રી નરેન્‍દ્ર કુમારે તત્‍કાલિન યુપીએ સરકાર સમક્ષ રાખ્‍યોત્‍યારે સૌથી મોટો પ્રશ્ન સરકારી કોલેજના યુનિવર્સિટી સાથેના એફિલિએશનનો ઉભો થયો. તે વખતે ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સારી રીતે જાણતા હતા કે, શિક્ષણ સિવાય સમાજ પરિવર્તન શક્‍ય નથી. તેથી દાદરા નગર હવેલીના આદિવાસીઓમાં શિક્ષણની ભૂખ ઉભી કરવા તેમણે ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએશન માટે પોતાની શક્‍તિનો ઉપયોગ કર્યો હતો. ત્‍યારે 2011માં તત્‍કાલિન કોંગ્રેસી કાર્યકરોના વિરોધ છતાં દાદરા નગર હવેલીમાં સરકારી કોલેજનો આરંભ થઈ શક્‍યો હતો.
આ વાત એટલા માટે અમે યાદ અપાવીએ છીએ કે, શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જ્‍યારે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના એક સભ્‍ય અને જનસંઘ તથા ભાજપના એક કાર્યકર તરીકે કાર્યરત હતા તે વખતે તેમણે દાદરા નગર હવેલીની અનેક વખત મુલાકાત લીધી હતી. તેઓ દાદરા નગર હવેલીના અંતરિયાળ ગામોથી માંડી દરેક પાડાથી પણ પરિચિત છે. આ વાતની પુષ્‍ટિ સ્‍વયં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે તેમની સેલવાસ મુલાકાત દરમિયાન પણ કરી હતી.
દાદરા નગર હવેલીની આર્થિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક અને સામાજિક ગતિવિધિથી પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી માહિતગાર હોવાના કારણે શિક્ષણ વગર દાનહના આદિવાસીઓનું કલ્‍યાણ સંભવ નહીં હોવાની તેમની સમજણ હતી. જેના કારણેપ્રધાનમંત્રી બન્‍યા બાદ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી મેડિકલ, એન્‍જિનિયરીંગ કોલેજ, નેશનલ ઈન્‍સ્‍ટીટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી, નર્સિંગ કોલેજ, ત્રિપ્‍પલ આઈ.ટી., પેરામેડિકલના અભ્‍યાસક્રમો સહિતના અનેક કોર્ષ શરૂ થયા છે. હાલમાં દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે આઈ.ટી.આઈ.નો પણ પ્રારંભ થયો છે. જેના કારણે પ્રદેશના દબાયેલા, કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગના બાળકોની શિક્ષણની ભૂખ પણ ઉઘાડી છે.
ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટની તાસિરના વરસો સુધી સાક્ષી રહેલા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે પ્રદેશના પ્રશાસનિક માળખામાં પણ ધડમૂળથી ફેરફાર કરી ભ્રષ્‍ટાચાર મુક્‍ત પ્રશાસન અને રાજકારણીઓના હસ્‍તક્ષેપ વગરના શાસનનો પાયો નાંખવા સફળ રહ્યા છે. જેના કારણે જ આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી સકલ અને સૂરત જોવા મળે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશના દરેક વર્ગના લોકોને સમાન તક મળે અને દરેકને પોતાની લાયકાત પ્રમાણે પ્રગતિના પણ અવસર મળે એ પ્રકારની વ્‍યવસ્‍થા ઉભી કરવા પ્રશાસન સફળ રહ્યું છે. સંઘપ્રદેશના પ્રશાસકતરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની નિમણૂક કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના લાખો લોકોના આશીર્વાદ પણ મેળવ્‍યા છે. કારણ કે, પ્રશાસને શરૂ કરેલા શુદ્ધિકરણ અભિયાનના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિકાસની દૃષ્‍ટિએ પણ ટોચ ઉપર પહોંચ્‍યું છે.
આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે દાદરા નગર હવેલી અને દમણ-દીવના બદલાયેલા મિજાજનો પણ પરિચય મળે છે. અસંભવને પણ સંભવ બનાવી શકે તે વાત મોદી સરકારે હકીકત બનાવી છે.
પરમકૃપાળુ પરમેશ્વર વિશ્વ વંદનીય એવા પરમ આદરણિય યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને તેમના જન્‍મ દિવસ નિમિત્તે દીર્ઘાયુ અને તંદુરસ્‍તી બક્ષી નવા ભારતના નિર્માણ માટે બળ પ્રદાન કરે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ ડગથી ડગ માંડી આગળ વધે એવી વર્તમાન પ્રવાહ પરિવાર દ્વારા દિલથી શુભકામના.

(મુકેશ ગોસાવી) તંત્રી

 

Related posts

દાનહ કૌચા અને ગલોન્‍ડા પંચાયત સભ્‍યની પેટાચૂંટણીની મત ગણતરી 1લી નવેમ્‍બરે

vartmanpravah

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

Leave a Comment