October 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભિલાડ હાઈવે ઉપરથી 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

ટેમ્‍પો ચાલક સલમાન ઉર્ફે અબુઝર તોફીક અહમદ રહે.વાપી ડુંગરી ફળીયાની અટક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગુટખાના વેચાણ ઉપર મહારાષ્‍ટ્રમાં પ્રતિબંધ હોવાથીગુજરાતમાંથી ગેરકાયદે ગુટખાનો જથ્‍થો મહારાષ્‍ટ્રમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. કંઈક તેવા બનાવનો ભિલાડ પોલીસે પર્દાફાસ કર્યો છે. 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો પોલીસે ઝડપી પાડી ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભિલાડ પોલીસ ગતરોજ હાઈવે ઉપર વાહન ચેકિંગ કામગીરી કરી રહી હતી તે દરમિયાન સુરત તરફથી આવી રહેલ એક બંધ બોડીના ટેમ્‍પાનું ચેકિંગ કર્યું હતું. એમએચ 04 કેયુ 6497 નંબરના ટેમ્‍પાની તપાસમાં પોલીસની પણ આંખ પહોળી થઈ જાય તેટલો વિમલ સહિત અન્‍ય ગુટખાનો જથ્‍થો ઠાંસી ઠાંસીને ભરેલો જોવા મળ્‍યો હતો. 63 કંતાનની થેલીની અંદર 252 મીણીયા થેલીમાં 12600 નંગ પાઉચ બોક્ષ કિં. રૂા.235620 તથા ભુરા રંગના 8 થેલામાં 96800 પાઉચ, કિં. રૂા.1.93 લાખ, 25 પુંઠાના બોક્ષ 2500 બોક્ષ કિં. રૂા.11,75,000 લાખ મળી કુલ રૂા.40,04,800 લાખની કિંમતનો ગુટખાનો જથ્‍થો મલી આવ્‍યો હતો. જેના પેપર ચાલક પાસે પોલીસે માંગતા ગલ્લા તલ્લા કરતા પોલીસે તમામ જથ્‍થો તથા ટેમ્‍પો મુદ્દામાલ સાથે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ત્રિ-દિવસીય ‘‘પી.એમ. વિશ્વકર્મા” પ્રદર્શનીનો શુભારંભ

vartmanpravah

લોકોની સેવા માટે ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાનહ’ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સનું કરાયું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment