Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લાના દમણવાડા મંડળના પ્રમુખ તરીકે વિષ્‍ણુભાઈ બાબુની વરણી – મગરવાડા મંડળના પ્રમુખ તરીકે ધનંજય બાલુ ધોડીની નિયુક્‍તિ

સરપંચ મુકેશ ગોસાવી, જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલ, ઉપ સરપંચ મિલન રાયચંદે દમણવાડાના મંડળમાં ભાજપના જનાધારને વધારવા સંપૂર્ણ સહયોગ આપવા આપેલી ખાતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દાદર નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દમણ જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ અને દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાની સંમતિથી અને તમામ મંડળના તમામ કાર્યકતાઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ દમણ જિલ્લાના દમણવાડા મંડળ પ્રમુખના પદ ઉપર શ્રી વિષ્‍ણુભાઈ બાબુભાઈ અને મગરવાડા મંડળ પ્રમુખના પદ ઉપર શ્રી ધનંજય બાલુ ધોડીને વિધિવત નિયુક્‍તી પત્ર આપી નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. આ અવસરે પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી મહેશભાઈ અગરિયા ઉપસ્‍થિત રહ્યા હતા.
દરમિયાન દમણવાડા મંડળના પ્રમુખ તરીકે શ્રી વિષ્‍ણુભાઈ બાબુની નિયુક્‍તિ થતા સરપંચ શ્રી મુકેશ ગોસાવી, જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ અને ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદે અભિનંદનપાઠવી દમણવાડા વિભાગમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત કરી જનાધાર વધારવા તમામ સહયોગ આપવા ખાતરી આપી હતી.

Related posts

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

Leave a Comment