Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સિંગાપોરના ડે.વડાપ્રધાન વચ્‍ચે ફિનટેક કો.ઓપ માટે કરાર થયા

ભારત અને સિંગાપોર માટે વૈશ્વિક વિકાસની નવી દિશા ખુલશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ગાંધીનગરની હોટલ લીલા ખાતે સિંગાપોરના નાયબ વડાપ્રધાન લોરેન્‍સ વોગ અને રાજ્‍યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સિંગાપોરની મોનેટરી ઓથોરિટી (માસ) અને ઈન્‍ટરનેશનલ ફાઈનાન્‍સ સર્વિસ સેન્‍ટર ઓથોરિટીએ આજે ફિનેટકમાં નિયમનકારી સહયોગ અને ભાગીદારી સુવિધા માટે ફિનટેક કો.ઓપરેશન એગ્રીમેન્‍ટ પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે માસ મુખ્‍ય ફિનટેક અધિકારી શ્રી મોહંતીએ જમાવ્‍યું હતું કે, માસ સિંગાપોરને ગતિશિલ આંતરરાષ્‍ટ્રિય નાણાકીય કેન્‍દ્ર તરીકે પ્રોત્‍સાહિત કરે છે અને ઉદ્યોગોના વિકાસને વેગ આપે છે. આ કરારને એએફએસસીના મુખ્‍ય ટેકનોલોજી અધિકારી શ્રી જોષીએ જણાવ્‍યું કે, આ કરારને વોટરશેડ ક્ષણ છે. ફિનટેક બ્રિજને સિંગાપોરમાં ભારતીય ફિનટેક માટે લોન્‍ચ પેડ તરીકે અને સિંગાપોર ફિનટેક માટે ભારતમાં લેન્‍ડીંગપેડ તરીકે સેવા આપવા માટે રેગ્‍યુલેટરી સેન્‍ડબોક્ષનો લાભ લે છે. વૈશ્વિક સહયોગની શક્‍યતા ફિનટેક ઈકોસિસ્‍ટમ માટે આકર્ષક તક છે. આ પ્રસંગે સરકારના અને સિંગાપોરના ઉચ્‍ચ અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

લોકોમાં જાગેલી આશા અને આકાંક્ષા નવનિયુક્‍ત અધ્‍યક્ષ ચંચળબેન પટેલ દમણ જિલ્લા કોળી પટેલ સમાજને અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્‍વ પુરૂં પાડશે

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની મહિલા કંડક્‍ટર આત્‍મહત્‍યા કેસમાં દિકરીના ન્‍યાય માટે પિતાએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અધિકારી નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment