October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશસેલવાસ

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

સ્‍કીન ઈન્‍ફેકશનના કારણે ગામીત અતુલ ગોવિંદ થોડા દિવસ કંપનીમાં ન આવતા દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સના મેનેજમેન્‍ટે અતુલને ગેટની બહાર ઉભો કરી દીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝની વર્કશોપ બનાવતી દાદરા ચેક પોસ્‍ટ સ્‍થિત અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપની આવેલ છે જેમા છેલ્લા આઠ વર્ષથી વધુ 27 વર્ષીય ગામીત અતુલભાઇ ગોવિંદભાઈ નોકરી કરે છે. અમૂલ્‍યા એન્‍જિનિયર્સ વર્કશોપ કંપની લોખંડની ટાંકી બનાવવાનુ કામ કરે છે. વર્કશોપમાં બનેલી લોખંડની ટાંકીને અન્‍ય ઈન્‍ડસ્‍ટ્રી કે કોઈ કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીમાં ફીટીંગ કરવા જવા પડતું હોય છે. એ જ રીતે ત્રણથી ચાર મહિના પહેલા કંપની દ્વારા ત્રણ વર્કર કંપનીના કામથી ભરૂચ અંકલેશ્વરની એક કેમિકલકંપનીમાં મોકલવામાં આવ્‍યા હતા. જેમાં એક ગામીત અતુલભાઈ ગોવિંદભાઈ પણ હતા. જેઓ પરત આવ્‍યા બાદ તેમના આખા શરીર પર ખજવાળ શરૂ થઈ હતી. થોડા દિવસ બાદ અતુલને આખી બોડી પર સ્‍કીન ઈન્‍ફેકશન થઈ ગયું હતું. જે સંદર્ભે અતુલભાઈ કંપનીના મેનેજમેન્‍ટને જાણ કરી રજા લઈને સ્‍કીન ઈન્‍ફેકશનની ટ્રીટમેન્‍ટ કરવા માટે ગયા હતા. લગભગ બે મહિના બાદ ટ્રીટમેન્‍ટ પરત આવ્‍યા ત્‍યારે કંપનીના મેનેજમેન્‍ટ અતુલને નોકરી પર રાખવાની ના પાડી દીધી હતી. અતુલના રીક્‍વેસ્‍ટ બાદ કંપની મેનેજમેન્‍ટ ડોક્‍ટર સર્ટીફિકેટ મંગાવ્‍યું હતું. ડોક્‍ટરના સર્ટીફિકેટ બાદ પણ કંપનીએ અતુલને ગેટ પર ઉભો કરી દીધો હતો. છેલ્લા દસ પંદર દિવસથી અતુલ ગામીત કંપનીના ધક્કા ખાઈ રહ્યો છે. કંપની તરફથી કામ કરવા ગયેલા અતુલને ઈન્‍ફેક્‍શનના કંપની તરફથી કોઈ ખર્ચ તો ન મળ્‍યો પરંતુ કંપનીથી પણ છૂટો કરી દીધો હતો.
અતુલે અમૂલ્‍યા એન્‍જિનિયર્સ મેનેજમેન્‍ટ તરફથી લેખિતમાં તેમને છૂટા કરવાનું પ્રમાણ માંગ્‍યું હતું ત્‍યારે કંપનીના મેનેજમેન્‍ટ દ્વારા અતુલને કહેવામાં આવ્‍યું હતું કે, તું અમને લેખિતમાં આપ કે તું તારી મરજીથી આ કંપનીમાથી છૂટો થવા માંગે છે. અતુલે કંપનીને ઘણી રિક્‍વેસ્‍ટ કરી પરંતુ કંપની તરફથી કોઈ રિસ્‍પોન્‍સ ન મળ્‍યો જેને લઈ અતુલ સાથેછેલ્લા આઠ વર્ષથી કામ કરતા અન્‍ય વર્કરો પણ અતુલ ગામીતના સપોર્ટમાં ઉતર્યા છે. આજે જો અતુલ સાથે કંપની મેનેજમેન્‍ટ આવો વ્‍યવહાર કરે છે તો કાલે અમારી સાથે પણ થશે બધા જ વર્કરોની માંગ છે કે અતુલને કંપની મેનેજમેન્‍ટ ફરીથી નોકરી પર રાખે, અતુલ અને એમના સાથે કામ કરતા સાથી બંધુએ અતુલને ન્‍યાય મળે તેવી અપેક્ષા રાખી છે.
અમૂલ્‍યા એન્‍જિનિયર્સ વર્કશોપ પાસે જ્‍યારે મીડિયા પહોંચી હતી ત્‍યારે કંપનીનું કોઈ સાઈન બોર્ડ કે ના કોઈ વર્કરની દેફટી દેખાઈ હતી. દાદરા નગર હવેલી પ્રશાસન આવી ઈન્‍ડસ્‍ટ્રીઝો પર નજર રાખે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી કર્મચારીઓની માંગ છે.

Related posts

પાવરગ્રિડના નિર્દેશક (પરિયોજના)નો કાર્યભાર સંભાળતા બુર્રા વામસી રામ મોહન

vartmanpravah

વલસાડના ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં મેન્‍ટલ હેલ્‍થ અને કાઉન્‍સેલિંગ સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસમાં રેલવે ટિકિટબારી ઉપર ટાઉટોનો કબ્‍જોઃ સુરક્ષાગાર્ડનો પણ અભાવ

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

Leave a Comment